ટોપ ન્યૂઝનેશનલ

Spice Jetની વધી મુશ્કેલી, “હાઈકોર્ટ તેમાં હસ્તક્ષેપ ન કરી શકે”

Text To Speech

ખાનગી એરલાઇન સ્પાઇસ જેટ કંપનીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. પહેલા સ્પાઈસ જેટના વિમાનમાં ટેકનિકલ ખામી અને ત્યારબાદ તેના ચેરમેન વિરુદ્ધની ગુનાહિત તપાસ પણ સંપૂર્ણપણે શાંત થઈ ન હતી, હવે તેના ઓપરેશનને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

Spice jet

સ્પાઈસ જેટના વિમાનમાં વારંવાર ખરાબીના મામલા સામે આવ્યા બાદ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પરંતુ દિલ્હી હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, આ મામલો સરકારનો છે, હાઇકોર્ટ તેમાં હસ્તક્ષેપ ન કરી શકે.

જણાવી દઈએ કે સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ બંધ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ્સમાં ખામી સર્જાવાની તાજેતરની ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પીઆઈએલ એડવોકેટ રાહુલ ભારદ્વાજે દાખલ કરી હતી.

spice jet

અરજીમાં કરવામાં આવી આ માંગણી

એડવોકેટ રાહુલ ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં સ્પાઈસ જેટની કામગીરીનું સંચાલન યોગ્ય રીતે થઈ રહ્યું છે કે કેમ તે ચકાસવા માટે આ ઘટનાઓની તપાસ માટે કમિશનની પણ માગણી કરવામાં આવી હતી. આ સાથે જ પીઆઇએલમાં કહેવામાં આવ્યું છે કે સ્પાઇસ જેટના ચેરમેન વિરુદ્ધ પણ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે.

Back to top button