ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

બિગ બી પહેલીવાર સમુદ્રની નીચે બનેલી ટનલની અંદર ગયા, વ્યક્ત કરી ફીલિંગ્સ

Text To Speech
  • બિગ બી દ્વારા હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને સમુદ્રની નીચે બનેલી ટનલની સફર વિશે જણાવ્યું હતું, જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

2 એપ્રિલ, મુંબઈઃ બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની ફેન ફોલોઈંગ જબરજસ્ત છે, તે સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. આ જ કારણ છે કે તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતાંની સાથે જ વાયરલ થઈ જાય છે. ફક્ત સોશિયલ મીડિયાની હાજરી દ્વારા જ નહીં, પરંતુ પોતાના ઉત્તમ અભિનય દ્વારા પણ અમિતાભ લોકોને દિવાના બનાવે છે. તેઓ દર રવિવારે પોતાના બંગલાની બહાર આવીને ફેન્સને મળે છે. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાની લાઈફની દરેક શીખ અને અનુભવને શેર કરે છે અને લોકોને જાગૃત કરવામાં વિશ્વાસ ઘરાવે છે. આ જ કારણ છે કે બિગ બી દ્વારા હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને સમુદ્રની નીચે બનેલી ટનલની સફર વિશે જણાવ્યું હતું, જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

અમિતાભે જણાવ્યું કે ટનલની અંદરની સફર કેવી રહી?

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈમાં સમુદ્રની અંદર બનેલી દેશની સૌથી પહેલી ટનલમાં પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત દેખાતા હતા. અમિતાભે આ સફરનો એક વિડિયો અને સંપૂર્ણ અનુભવ પણ તેમના ચાહકો માટે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ક્લિપમાં તેમની કાર ટનલમાંથી પસાર થતી જોઈ શકાય છે. તેઓ કારની પાછળની સીટ પર બેસીને ટનલનો નજારો જોઈ રહ્યા છે. ટનલ જોઈને આશ્ચર્યચકિત થયેલા અમિતાભે વીડિયોને કેપ્શન આપ્યું, ‘પહેલીવાર ટનલમાં ગયો, હાજી અલીથી પ્રવેશો અને મરીન ડ્રાઈવના અડધા રસ્તે બહાર… ચમત્કાર!’

અમિતાભે જોકે એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે તેઓ આ ટનલમાંથી ક્યાં જઈ રહ્યા હતા. બિગ બી ટૂંક સમયમાં તેમના આગામી પ્રોજેક્ટ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળશે. જેમાં કમલ હાસન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ પણ છે. આ સિવાય તેઓ 30 વર્ષ પછી રજનીકાંત સાથે ફિલ્મ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંગે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી.

આ પણ વાંચોઃ મુંબઈની હારની હેટ્રિક બાદ હાર્દિક પંડ્યા થયો ભાવુક, સોશિયલ મીડિયા પર લખી આ પોસ્ટ

Back to top button