રાજકોટઃ વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું, 10 વર્ષમાં 25 કરોડ લોકોની ગરીબી દૂર થઈ
રાજકોટ, 02 એપ્રિલ 2024, દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, આજે સેમીકંડક્ટર ચિપ્સની સ્પર્ધા ચાલી રહી છે. આ ચિપ્સની ફેક્ટરી ગુજરાતમાં ધોલેરામાં બનશે. 104 વિશ્વ વિદ્યાલયના ઇજનેરી કોર્સમાં પરિવર્તન લાવશે. 50 હજાર ઇજનેર સેમી કંડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં હશે. ભારત માટે દુનિયાના દરવાજા ખોલવા એ દેશની વિદેશનીતિ છે. ભારતને UN સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ જરૂર મળશે.મારા પુસ્તક why bharat mattersનું ગુજરાતી વર્ઝન આવશે. ભારતની છબીમાં ગુજરાતનો સિંહ ફાળો છે. દેશમાં છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોની ગરીબી દૂર થઈ છે.
ઉજ્જવલા યોજનામાં 90 કરોડ લાભાર્થીઓ છે
વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, તમામ જગ્યાએ ગુજરાતીઓ જોવા મળે છે. આજે ભારતની છબી તે કક્ષા સૂધી પહોંચી છે તેનું કારણ ભારતીયો બહાર વસવાટ કરે છે, તેઓનું પણ યોગદાન છે. એક સમયે કહેવાતું હતું કે, ઊંચો ગ્રોથ જોઇએ તો લોકશાહી ન રાખો. જોકે અમે 10 વર્ષમાં સાબિત કર્યુ કે, લોકશાહી હોવા છતા ગ્રોથ થાય. ભારતમાં કોરોના બાદ પણ 7 ટકા ગ્રોથ છે. 1 કરોડને વંદે ભારતનો લાભ મળ્યો. અન્ન યોજનાના 80 કરોડ તો મુદ્રા લોનના 42 કરોડ લાભાર્થી છે. આવાસ મેળવનારા 10 વર્ષમાં 20 કરોડ, ઉજ્જવલા યોજનામાં 90 કરોડ લાભાર્થીઓ છે આ પરિવર્તન છે. હું 50 દેશ ફર્યો છું.
દુનિયા એક ગ્લોબલ વર્ક સ્પેસ બની ગઈ છે
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ ભારત દેશ 4 ટ્રિલિયન ડોલર GDP તરફ છે. ભારત અર્થ વ્યવસ્થામાં 11માંથી 5માં નંબરે છે. આગામી વર્ષોમાં જાપાન અને જર્મનીથી આગળ જઈશું. 2075માં ભારત બીજી સૌથી મોટી ઇકોનોમિ હશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વિચારણા કે તમામ ફેક્ટરીઓ તમામ દેશોમાં હોવી જોઈએ. આપણે અલગ અલગ સપ્લાય ચેઇન બનાવવી જોઈએ. દરેક વ્યક્તિ કેટલો ડેટા જનરેટ કરે છે. ભારતનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ. ભારતની કંપનીઓ ડિજિટલ સપ્લાય ચેઇનમાં જોડાય તે જરૂરી છે. દુનિયા એક ગ્લોબલ વર્ક સ્પેસ બની ગઈ છે. દુનિયામાં 16 ટકા વસતી ભારતની છે. 25 કરોડ લોકોની ગરીબી 10 વર્ષમાં દૂર થઈ છે. વિશ્વ સામે ક્લાઈમેટ અને ડિજિટલની ચેલેન્જ છે.
ભારતીયો વિદેશમાં હોય તો પણ તેઓને દેશ મદદરૂપ થાય છે
તેમણે વધુમાં જણાવ્યુ કે, ભારતનું ઉદાહરણ અન્ય દેશો આપે છે. તાન્ઝાનિયા ગયો ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. આજે ત્યાંના 26 શહેરોમાં ભારતના કારણે પાણી પહોચ્યું. ભારત અન્ય દેશો માટે પ્રેરણારૂપ છે. યુક્રેન યુદ્ધ વખતે 90 ફ્લાઇટ દોડાવી. નેપાળનો ભૂકંપ, યમનમાં યુદ્ધ, ગાઝા, અફઘાનિસ્તાનમાં યુદ્ધ વખતે તેઓ ભારતની શરણમાં આવ્યા. ભારતીયો વિદેશમાં હોય તો પણ તેઓને દેશ મદદરૂપ થાય છે. ગુજરાતમાં જે ભૂકંપ આવ્યો ત્યારથી મોદીને આપાતકાલીન પરિસ્થિતિમાં ફોર્સ બનાવવાનો વિચાર આવ્યો.
આ પણ વાંચોઃઅમદાવાદ એરપોર્ટ પર ઈન્ટેલિજન્ટ રોબોટ એક કલાકમાં 13 હજાર સ્ક્વેર ફીટ એરિયા ચોખ્ખો કરશે