ગુજરાત: વેપારીના ઘરે 140 યુનિટનું રૂ.2.77 કરોડ વીજ બિલ આવ્યું
- વીજ બિલ 2.77 કરોડ આવતા વેપારીનો જીવ અધ્ધર થયો
- PGVCL દ્વારા જણાવ્યું હતું કે કોઇ ભુલ થઈ ગઇ હશે
- પીજીવીસીએલ દ્વારા ભુલ સુધારી લઈ રૂ. 901 નું બીલ આપ્યુ
ગુજરાતના ગોંડલમાં ફેબ્રિકેશનના વેપારીને 140 યુનિટનું 2,77,33,330નું વીજ બિલ આવ્યું છે. જેમાં વીજ બિલની રકમ જોઈને વેપારીને ચક્કર આવી ગયા હતા. અંતે પીજીવીસીએલે ભૂલ સ્વીકારતા વેપારીને રાહત થઇ હતી.
આ પણ વાંચો: ગુજરાત: સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે શરૂ
વીજ બિલ 2.77 કરોડ આવતા વેપારીનો જીવ અધ્ધર થયો
સિંગલ ફેઇસ 140 યુનિટનું વીજ બિલ 2.77 કરોડ આવતા વેપારીનો જીવ અધ્ધર થયો હતો.બાદમાં પીજીવીસીએલ દ્વારા ભુલ સુધારી લઈ રૂ. 901 નું બીલ આપતા વેપારીએ હાશકારો અનુભવ્યો હતો. ગોંડલમાં નેશનલ હાઇવે પર ઊર્જા રેસિડેન્સીમાં રહેતા અને ફેબ્રિકેશનનુ કામ કરતા નાનજીભાઈ સાકરિયાના ઘરે લાઈટ બિલ આવ્યું હતુ. તેમના મોબાઈલ પર ગત 30 તારીખે બપોરે 4.00 વાગ્યે મેસેજ આવ્યો હતો. મેસેજમાં રકમ જોઈને નાનજીભાઈને ચક્કર આવી ગયા હતા. તેમણે પોતાની કોઈ ભૂલ નથી થતીને તેનું વેરીફઈ કરવા માટે મેસેજને બે ત્રણ વાર ધ્યાનથી વાંચ્યો હતો. મેસેજ વાંચીને તેમને પોતાની આંખો પર વિશ્વાસ થતો ન હતો. સિંગલ ફેઇસ અને 140 યુનિટ રીડિંગનું રૂ.2,77,33,330 બિલનો મેસેજ આવ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ શહેર સહિત જિલ્લામાં 31 લોકો ગરમીથી લૂ લાગતા બેભાન થયા
2.77 કરોડની રકમ વાંચીને નાનજીભાઈ ઘરે દોડી આવ્યા હતા
2.77 કરોડની રકમ વાંચીને નાનજીભાઈ ઘરે દોડી આવ્યા હતા. તેમણે મીટરમાં વપરાયેલા યુનિટ વાંચ્યા હતા. બિલમાં ગત માસમાં વપરાયેલા યુનિટ પણ ચકાસ્યા હતા. 140 યુનિટ વીજળીનો વપરાશ નું આશરે રૂ. નવસો થી હજારનું બિલ થાય છે. તેની સામે વીજ કંપની 2.77 કરોડ વીજબિલ આવ્યુ હતું. બીલ અંગે વિજ કંપનીમાં સંપર્ક કરતા PGVCLના નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે ભુલ થઈ હોઈ આંકડો મિસ્ટેક થઈ ગયો હોય અથવા તો પંચિંગ મિસ્ટેક થઇ ગઇ હોઈ શકે છે.