ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં હીટવેવ વિશે જાણો શું કરી હવામાન વિભાગે આગાહી

Text To Speech
  • એપ્રિલથી જૂન સુધી લોકોને આકરી ગરમીનો કરવો પડશે
  • અમરેલીમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
  • અમદાવાદમાં ગરમીનો પારો 37.6 ડિગ્રીએ પહોંચ્યો

ગુજરાતમાં હીટવેવ વિશે જાણો હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસમાં હીટવેવની સંભાવના નહિવત છે. તેમજ અમરેલીમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો 37.6 ડિગ્રીએ પહોંચ્યો છે.

આ પણ વાંચો:  અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર, એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી 

એપ્રિલથી જૂન સુધી લોકોને આકરી ગરમીનો કરવો પડશે

સુરત અને ડાંગમાં 37.8 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. એપ્રિલથી જૂન સુધી લોકોને આકરી ગરમી અને હીટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન વધુ ગરમી પડશે. તેની સૌથી ખરાબ અસર મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર જોવા મળશે. આઇએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન મહિના દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે.

એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન સામાન્ય રહેશે

ભાવનગરમાં 38.7 ડિગ્રી, રાજકોટ અને ભુજમાં 38 ડિગ્રી તેમજ વડોદરા અને છોટાઉદેપુરમાં 37.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમામે એપ્રિલ મહિનામાં આમ તો તાપમાન સામાન્ય રહેશે પરંતુ પ્રથમ સપ્તાહમાં બે દિવસ તાપમાનમાં વધારો થશે. બાદમાં તાપમાન સામાન્યથી નીચુ રહેશે. રાજ્યના તાપમાનમાં સામાન્ય કરતા એક ડિગ્રીનો ઘટાડો થશે. એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન સામાન્ય રહેશે.

Back to top button