ટ્રેન્ડિંગનેશનલ

વૃદ્ધ મહિલા આંખ બંધ કરીને રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનના પાંચ ડબ્બા તેની ઉપરથી પસાર થયા, પછી…

Text To Speech

ઇટાવા, 1 એપ્રિલ : ‘જાકો રાખે સાંઈયાં માર સકે ને કોઈ’ કહેવત સાચી પડી છે. એક 65 વર્ષની એક મહિલાએ આત્મહત્યા કરવા માટે રેલવે ટ્રેક પરથી પસાર થતી કાલકા એક્સપ્રેસની સામે ડાઉન લાઇન પર સૂઈ ગઈ. ઝડપી ચાલતી ટ્રેનના પાંચ ડબ્બા મહિલા ઉપરથી પસાર થઈ ગયા હતા, પરંતુ મહિલાનો વાળ પણ વાંકો થયો ન હતો.

જો કે બાદમાં લોકો પાયલોટે ટ્રેન રોકી અને મુસાફરોની મદદથી ટ્રેનની નીચેથી વૃધ્ધાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. તેને આરપીએફને સોંપવામાં આવી હતી. જે બાદ મહિલાના પરિવારના સભ્યો સ્ટેશન પર આવ્યા અને તેને ઘરે લઈ ગયા. અહીં આ ઘટનાને કારણે ટ્રેન પણ 10 મિનિટ માટે રોકાઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટના રવિવારે સવારે 11.21 કલાકે બની હતી. દિલ્હીથી કાનપુર તરફ જતી ટ્રેન નંબર 12312 કાલકા એક્સપ્રેસ ઈટાવા જંક્શન પહોંચવાની હતી. ત્યારે રામનગર રેલ્વે ક્રોસિંગ પહેલા ખેડા મૌકમ નગરમાં રહેતા ખઝંચી લાલની પત્ની 65 વર્ષીય ગુડ્ડી દેવી ટ્રેનની સામે ડાઉન ટ્રેક પર સુઈ ગઈ હતી.

ટ્રેનના લોકો પાયલટે મહિલાને પાટા પર પડેલી જોઈ અને ટ્રેનને રોકવા માટે બ્રેક લગાવી.ત્યાં સુધીમાં એન્જિન સહિત પાંચ કોચ મહિલાની ઉપરથી પસાર થઈ ગયા હતા. જ્યારે ટ્રેન રોકાઈ ત્યારે લોકો પાઈલટ સહિત ઘણા મુસાફરો મહિલા તરફ દોડ્યા હતા. મહિલાને સુરક્ષિત જોઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો અને તેને ટ્રેનની નીચેથી સુરક્ષિત બહાર કાઢી.

લોકો પાયલોટની સૂચના પર સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ ટીમ સાથે પહોંચ્યા અને મહિલાને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. મહિલાએ રડતા રડતા કહ્યું કે તેની વહુ રોજ ઘરમાં ઝઘડા કરે છે. તાજેતરમાં તેણે 10,000 રૂપિયાની કિંમતનો બકરો વેચ્યો હતો અને તે પણ તેણે રાખ્યો હતો. આ જ કારણથી તે આજે પોતાના પ્રાણની આહુતિ આપવા આવી હતી. અહીં નામ-સરનામાની માહિતી મળતાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ પછી પુત્ર સૂરજ, જમાઈ અભિલાષ સિંહ અને અન્ય લોકો આવ્યા અને ગુડ્ડી દેવીને પોતાની સાથે લઈ ગયા.

Back to top button