કારમાં બેઠેલી મહિલા સાથે સ્કૂટર સવાર બદમાશોએ છેડતી કરી, VIDEO સામે આવતા પોલીસ એકશનમાં
બેંગલુરુ (કર્ણાટક), 01 એપ્રિલ: મહિલાઓ સાથે રસ્તા પર છેડતીના કિસ્સાઓ આડેધડ બનતા હોય છે. આવો જ એક કિસ્સો બેંગલુરુમાં કારમાં બેઠેલી યુવતી સાથે બન્યો હતો. જ્યાં સ્કૂટર પર સવાર ત્રણ યુવકોએ કારમાં બેઠેલી મહિલાને પરેશાન કરી હતી.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બેંગલુરુ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને ત્રણેય યુવકોની ધરપકડ કરી છે.
ઘટનાનો વીડિયો વાયરલ થયો
ಮಹಿಳೆಯರಿಗೆ ಆತಂಕ ಸೃಷ್ಟಿಸಿದೆ ಮಜಾವಾದಿ @siddaramaiah ಸರ್ಕಾರ.
ಕರ್ನಾಟಕವನ್ನು ಗೂಂಡಾ ರಾಜ್ಯವನ್ನಾಗಿ ಮಾಡುತ್ತಿರುವ @INCKarnataka ಕಾನೂನು ಸುವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಹದಗೆಡಿಸಿ ಗೂಂಡಾಗಳ ಕೈಗೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದೆ.
ಬೆಂಗಳೂರಿನಂತಹ ರಾಜಧಾನಿಯಲ್ಲೇ ಯುವತಿಯನ್ನು ಚೇಸ್ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗಿ ಕಾರಿನ ಡೋರ್ ತೆಗೆಯಲು ಯತ್ನಿಸಿದ್ದಾರೆ ಎಂದರೆ,… pic.twitter.com/pVmP10L9fW
— BJP Karnataka (@BJP4Karnataka) April 1, 2024
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પીડિતા પ્રિયમ સિંહ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગી રહી છે. જેમાં મહિલાનો અવાજ ગભરાયેલો અને ચિંતિત જોવા મળે છે. મહિલા કહી રહી છે કે, ત્રણ યુવકો અમારી કારનો પીછો કરી રહ્યા છે, તેઓ કારના દરવાજાને લાતો-મુક્કા મારી રહ્યા છે. એટલું જ નહીં, યુવકોએ તમામ હદ પાર કરી નાખી હતી. કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરીને યુવતીને ધમકીભર્યા ઈશારા કર્યા હતા. તેમજ અપશબ્દો બોલ્યા હતા. આ ઘટના સેન્ટ જોન્સ હોસ્પિટલના ગેટ નંબર 5 પાસે બની હતી.
ત્રણેય બદમાશોને ઝડપી લેવામાં આવ્યા
રજીસ્ટ્રેશન નંબર KA04LK2583 સાથેના સ્કૂટર પર આવેલા ત્રણ બદમાશોએ હોસુર રોડ-કોરમંગલા રાઈટ ટર્ન જંકશનથી નાગાર્જુન રેસ્ટોરન્ટ KHB કોલોનીના 5મા બ્લોક કોરમંગલા તરફ રજીસ્ટ્રેશન નંબર KA51MT5653 સાથે કારનો પીછો કર્યો હતો. બેંગલુરુમાં સાઉથ ઈસ્ટ પોલીસના જણાવ્યા અનુસાર, FIR નોંધવામાં આવી છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. હાલ આ અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: ચોર વૃદ્ધ મહિલાનું પર્સ ખેંચીને ભાગ્યો, વીડિયો વાયરલ થતાં જ પોલીસે કરી કાર્યવાહી