AAPના ધારાસભ્યનો આક્ષેપઃ “ભાજપે મને 25 કરોડ રૂપિયાની ઓફર કરી”
- આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઋતુરાજ ઝાએ ભાજપ પર 25 કરોડ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે તેમને પૂર્વાંચલ ક્વોટામાંથી મંત્રી બનવાની ઓફર પણ કરી હતી
દિલ્હી, 1 એપ્રિલ: દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભાજપને દાન આપવાના મામલે હોબાળો કર્યો હતો. ધારાસભ્યોએ રેડ્ડી દ્વારા ભાજપને 60 કરોડ રૂપિયાનું દાન આપવાના મુદ્દાને ઘેરાવો કર્યો હતો. આ ઉપરાંત AAP ધારાસભ્ય ઋતુરાજ ઝાએ ભાજપ પર 25 કરોડની ઓફર કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. હંગામાને કારણે વિધાનસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી આગામી સોમવાર સુધી સ્થગિત કરી દીધી હતી.
AAP ધારાસભ્યે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ
આમ આદમી પાર્ટીના કિરાડી વિધાનસભાના ધારાસભ્ય ઋતુરાજ ઝાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે ચાલુ વિધાનસભામાં કહ્યું કે ભાજપે 25 કરોડ રૂપિયાની ઓફર કરી છે. આ સાથે તેમણે કહ્યું કે જો 10 ધારાસભ્યોની સાથે ભાજપમાં જોડાશો તો પૂર્વાંચલ ક્વોટામાંથી મંત્રી બનવાની પણ ઓફર કરી છે. વધુમાં તેમણે કહ્યું કે સવારથી મારા ફોનમાં ફોન આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો આ વાત કોઈને કહી તો તમારી સાથે કંઈ ઠીક નહીં થાય.
વિધાનસભામાં બોલતા ધારાસભ્ય ઋતુરાજ ઝાએ કહ્યું કે હું માત્ર નંબર નહીં પુરાવા પણ આપીશ. જૂઓ અહીં AAP ધારાસભ્યે શું કહ્યું:
‼️ मैं Number दूंगा, Proof दूंगा, BJP का Operation Lotus फिर हुआ Expose‼️
अभी तक तो केवल सुन रहे थे कि राष्ट्रपति शासन लगा देंगे, कल मैं शादी में गया, मुझे side में आने को कहा, बैठे और 3–4 लोग बोले
आपको बहुत समय से समझाने की कोशिश कर रहे हैं, दिल्ली में कुछ मिलने नहीं वाला, आप… pic.twitter.com/1oypndUvQ7
— AAP (@AamAadmiParty) April 1, 2024
મરી જઈશ, પણ કેજરીવાલને દગો નહીં આપુ: ઋતુરાજ ઝા
AAP ધારાસભ્યએ આ દાવાઓની તપાસ કરવાની પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે ‘તે સમયે લગ્નમાં મારી સાથે હાજર રહેલા ભાજપના નેતાઓનું લોકેશન પણ જોઈ શકાય છે. તેમણે કહ્યું, “આજે સવારે પણ મને એક ઈન્ટરનેટ નંબર પરથી કોલ આવ્યો હતો અને ધમકી આપી હતી કે જો તમે આ વાત કોઈને કહેશો તો તમારી સાથે કંઈ ઠીક નહીં થાય.” તેમણે કહ્યું, “તેઓ અમારા નેતાને જેલમાં નાખીને અમને ધમકાવી રહ્યા છે. અમે મરી જઈશું પણ અરવિંદ કેજરીવાલ સાથે દગો નહીં કરીએ.”
આ પણ વાંચો: પંજાબ: પટિયાલાના પૂર્વ AAP સાંસદ ધર્મવીર ગાંધી કોંગ્રેસમાં જોડાયા