ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલવિશેષ

ચૂંટણી રંગોળી : કોંગ્રેસે શરૂ કર્યું ‘વન નોટ-વન વોટ’ અભિયાન, નેતાઓએ લોકો પાસેથી માંગ્યા 1-1 રૂપિયા

Text To Speech

મધ્યપ્રદેશ, 01 એપ્રિલ : જેમ જેમ લોકસભાની ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોએ પોત પોતાની રીતે જનતાનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. આવી જ એક અનોખી પદ્ધતિ મધ્યપ્રદેશમાં પણ જોવા મળી છે. કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં 1મેને રવિવારે ‘વન નોટ-વન વોટ’ ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં લોકસભા ચૂંટણી લડવા માટે દાન માંગવામાં આવ્યું હતું. પાર્ટીએ એવો દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે તેના બેંક ખાતાના વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે તેની પાસે પૈસા નથી.

બેંક ખાતા ફ્રીઝ કરવાનો આરોપ

મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું કે, આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવાના પગલાંનો હેતુ ચૂંટણી પહેલા તેની પાર્ટીને આર્થિક રીતે નબળી પાડવાનો છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસે રાજ્ય એકમમાં ફેરફાર કર્યા છે અને જીતુ પટવારીને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પટવારીને રાહુલ ગાંધીના ખાસ નેતા માનવામાં આવે છે.

ઉમેદવારોએ પ્રત્યેક પાસેથી 1-1 રૂપિયા માંગ્યા

મધ્ય પ્રદેશ કોંગ્રેસે ભોપાલના રોશનપુરા ચોક પર વન નોટ-વન વોટ અભિયાન શરૂ કર્યું. અહીં, ભોપાલથી પાર્ટીના ઉમેદવાર અરુણ શ્રીવાસ્તવ અને જબલપુરના ઉમેદવાર દિનેશ યાદવે હાથમાં બોક્સ લઈને દરેક વ્યક્તિ પાસેથી એક રૂપિયો માંગ્યો અને તેમને એક મત આપવા વિનંતી કરી. મધ્યપ્રદેશની અન્ય બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોએ પણ આ પ્રચારમાં ભાગ લીધો હતો.

કોંગ્રેસને મળશે રાહત 

લોકસભા ચૂંટણી દરમિયાન ઈન્કમટેક્સ દ્વારા મોકલવામાં આવેલી નોટિસના મામલે પરેશાન કોંગ્રેસ પાર્ટીને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગે સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યું છે કે તે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી પાસેથી 1700 કરોડ રૂપિયાની વસૂલાત માટે કોઈ કડક પગલાં લેશે નહીં. મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગનું કહેવું છે કે તે ચૂંટણી દરમિયાન કોઈ પણ પક્ષ માટે મુશ્કેલી ઊભી કરવા માંગતો નથી. વિભાગના આ નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટીને રાહત મળશે તેવી આશા છે.

આ પણ વાંચો : ટાઈગર શ્રોફે કર્યું અક્ષય કુમાર સાથે પ્રેન્ક, જુઓ વીડિયો

Back to top button