ચોર વૃદ્ધ મહિલાનું પર્સ ખેંચીને ભાગ્યો, વીડિયો વાયરલ થતાં જ પોલીસે કરી કાર્યવાહી
- ફિરોઝપુરમાં એક ચોર વૃદ્ધ મહિલાનું પર્સ ખેંચીને ભાગી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, વીડિયો વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરી ચોરની ધરપકડ કરી
ફિરોઝપુર, 1 એપ્રિલ: આજકાલ લોકો માટે રસ્તા પર ચાલવું અને ઉભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. જો તમે ક્યાંક રસ્તા પરથી પસાર થતા હોવ તો તમારે ચારે તરફ ધ્યાન રાખવું પડશે. કારણ કે તમને ખબર પણ નહી રે કે ક્યારે અને કઈ બાજુથી કોઈ ચોર આવશે અને તમારી કિંમતી વસ્તુઓ છીનવીને ભાગી જશે. હકીકતમાં, આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો જેમાં એક ચોર વૃદ્ધ મહિલાનું પર્સ ખભા પરથી ખેંચીને ભાગી ગયો હતો. પરંતુ વીડિયો વાયરલ થતા જ પોલીસ સક્રિય થઈ ગઈ અને ચોરને પકડી પાડ્યો હતો.
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વૃદ્ધ દંપતી કોઈ રસ્તા પર ઊંભી છે અને તેમની કારમાંથી કેટલીક વસ્તુઓ કાઢી રહ્યા છે, ત્યારે અચાનક સ્કૂટર પર સવાર બે ચોર ત્યાં આવે છે. સ્કૂટરની પાછળ બેઠેલો ચોર રસ્તા પર ઊંભી મહિલાનું પર્સ તેના ખભેથી ખેંચી લે છે અને પછી સ્કૂટર ચલાવતો ચોર સ્પીડ વધારીને ત્યાંથી ભાગી જાય છે. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે પર્સ ખેંચવાને કારણે મહિલા જોરથી જમીન પર પડે છે. જેના કારણે મહિલાને ગંભીર ઈજા પણ થાય છે.
ફિરોઝપુર પોલીસે ચોરની ધરપકડ કરી
વૃદ્ધ મહિલાનું પર્સ ખેંચી રહેલા ચોરનો વીડિયો વાયરલ થતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને થોડી જ વારમાં પોલીસે ચોરને પકડી પાડ્યો હતો. પોલીસે સ્નેચિંગનો વાયરલ વીડિયો અને પોલીસ ચોરને એકસાથે પોલીસ સ્ટેશન લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ચોર ઘાયલ છે અને તે લંગડાતો ચાલી રહ્યો છે.
બંને વીડિયો અહીં જૂઓ:
🚨Ferozepur Police is committed to your service and safety🚨
In immediate response to the viral video of the purse-snatching incident, Ferozepur Police traced the accused and made the arrest within the 24-hour timeframe.#ActionAgainstCrime pic.twitter.com/4RiR2DcwLH— Ferozepur Police (@Ferozepurpolice) March 30, 2024
આ વીડિયો શેર કરતી વખતે પોલીસે લખ્યું, ‘ફિરોઝપુર પોલીસ તમારી સેવા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. પર્સ સ્નેચિંગની ઘટનાના વાયરલ વીડિયો પર તરત જ પ્રતિક્રિયા આપતા, ફિરોઝપુર પોલીસે આરોપીને શોધી કાઢ્યો અને 24 કલાકની સમયમર્યાદામાં તેની ધરપકડ કરી છે.’
આ પણ વાંચો: જૂઓ મીડિયાકર્મીએ કેવી રીતે દીપડાને વશમાં લીધો!