ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દારૂ નીતિ કેસમાં CM કેજરીવાલને ન મળી રાહત: કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

Text To Speech
  • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં રાખવામાં આવી શકે છે
  • ભગવત ગીતા, રામાયણ, હાઉ પ્રાઈમ મિનિસ્ટર ડિસાઈડ્સ જેવા પુસ્તકો જેલમાં રાખવાની મંજૂરી માંગી

નવી દિલ્હી, 1 માર્ચ: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા કોઈ રાહત મળી નથી. કોર્ટે CM કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. જેથી હવે કેજરીવાલ 15 એપ્રિલ સુધી જેલમાં રહેશે. માનવામાં આવે છે કે, તેમને તિહાર જેલમાં રાખવામાં આવી શકે છે. કેજરીવાલને તિહારની જેલ નંબર 5માં રાખવામાં આવી શકે છે. આ અંગે તિહાર જેલમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવામાં આવી છે. કસ્ટડી પૂરી થયા બાદ EDએ આજે સોમવારે કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા હતા. EDએ કોર્ટને કહ્યું હતું કે, ‘અમે ન્યાયિક કસ્ટડીની માંગ કરી રહ્યા છીએ.’ અગાઉ 28 માર્ચે કોર્ટે કેજરીવાલની કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી હતી.

 

હવે પૂછપરછની જરૂર નથી: ED

મળતી માહિતી અનુસાર, EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, ‘હાલમાં વધુ કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી.’ એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ ED વતી કોર્ટમાં હાજર થયા હતા.

EDએ કોર્ટને શું કહ્યું?

ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કોર્ટને કહ્યું કે, કેજરીવાલ તેમના મોબાઈલ ફોનનો પાસવર્ડ જાહેર કરી રહ્યા નથી. અરવિંદ કેજરીવાલે હજુ પણ ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ જાહેર કર્યા નથી. માત્ર અસ્પષ્ટ જવાબો આપી રહ્યા છે. તેઓ કહે છે કે મને ખબર નથી, મને ખબર નથી. બસ આ જ જવાબ આપી રહ્યા છે.

કેજરીવાલે પુસ્તકો અને દવાઓ સાથે રાખવાની પરવાનગી માંગી

અરવિંદ કેજરીવાલે ભગવત ગીતા, રામાયણ, હાઉ પ્રાઈમ મિનિસ્ટર ડિસાઈડ્સ જેવા પુસ્તકો તેમની સાથે જેલમાં રાખવાની મંજૂરી માંગી છે. જેલમાં ધાર્મિક લોકેટ પહેરવાની પણ પરવાનગી માંગવામાં આવી છે. આ ઉપરાંત દવા અને વિશેષ આહારની પણ માગણી કરી છે.

આ પણ જુઓ: PM મોદીની અરુણાચલની મુલાકાત બાદ ચીન બોખલાયું, પ્રદેશના 30 સ્થળોનાં નામ બદલ્યાં

Back to top button