મુખ્તારના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે ‘વિકાસ દુબે’, જાણો કારણ
ઉત્તર પ્રદેશ, 30 માર્ચ : માફિયા ડોન મુખ્તાર અંસારીની આજે દફનવિધિ કરવામાં આવી છે. દફનવિધિમાં ભારે ભીડ જોવા મળી હતી. જે વીડિયો સામે આવ્યો તેમાં એક અનિયંત્રિત ભીડ અને નાસભાગ જોવા મળી હતી, ત્યારબાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. મુખ્તારની યાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો હતો, જેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે, આ દરમિયાન, વિકાસ દુબે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
મુખ્તાર અંસારી ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. મુખ્તાર અન્સારી તેના ગુનાઓ માટે સજા ભોગવતા મૃત્યુ પામ્યા હતા, જોકે પરિવાર તેને હત્યા ગણાવી રહ્યો છે. એક તરફ, તેના ગુનાહિત રેકોર્ડના કારણે, કેટલાક લોકો તેના મૃત્યુ પર આનંદ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે અન્ય લોકો કહે છે કે મુખ્તાર તેના વિસ્તારના લોકો માટે મસીહા અથવા રોબિન હૂડ હતો. દફનવિધિમાં ઉમટેલી ભીડને જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેની તુલના વિકાસ દુબે સાથે કરી રહ્યા છે.
X પર વિકાસ દુબે કેમ ટ્રેન્ડમાં છે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા લોકોએ વિકાસ દુબે વિશે પોસ્ટ કર્યું છે. લોકોનું કહેવું છે કે વિકાસ દુબે એક ગુનેગાર અને નેતા પણ હતો પરંતુ તેના ગુનાને જોઈને લોકોએ તેની અંતિમ યાત્રાથી દૂરી લીધી હતી. જો કે, મુખ્તાર અંસારીના મોટા ગુનાહિત રેકોર્ડ હોવા છતાં, આટલી મોટી સંખ્યામાં લોકોએ શા માટે ભાગ લીધો?
તેના જવાબમાં સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે 5 વખતના ધારાસભ્ય, રાજકીય પરિવાર, નાના બ્રિગેડિયર, દાદા સ્વતંત્રતા સેનાની, કાકા ઉપરાષ્ટ્રપતિ હતા, મુખ્તાર માત્ર ગુનેગાર નહોતા. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે ગુનેગારો સાથે ગુનેગારો જેવો વ્યવહાર થવો જોઈએ. ગુનેગારના અંતિમ સંસ્કારમાં આટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે ચિંતાજનક છે.
#WATCH | Ghazipur, UP: Chaos erupted during the burial rites of gangster-turned-politician Mukhtar Ansari after his supporters broke the barricading in order to enter the cemetery ground. pic.twitter.com/EgDOkcBPU2
— ANI (@ANI) March 30, 2024
મુખ્તાર અંસારીના પરિવારનો આરોપ છે કે મુખ્તારની હત્યા ઝેર આપીને કરવામાં આવી છે. અંસારીના મોટા ભાઈએ સરકાર અને પ્રશાસન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. અફઝલ અંસારીએ કહ્યું છે કે અમે કોઈને બોલાવ્યા ન હતા, અમારો પરિવાર એક ઐતિહાસિક પરિવાર છે, દૂર-દૂરથી સગા-સંબંધીઓ આવ્યા હતા. મુખ્તારના મૃત્યુની વાત સાંભળીને લોકો અહીં સહાનુભૂતિ વ્યક્ત કરવા આવ્યા છે.