ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપે ઘોષણાપત્ર કમિટિની કરી જાહેરાત, રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મેનિફેસ્ટો થશે તૈયાર

Text To Speech

નવી દિલ્હી, 30 માર્ચ: ભાજપે આજે લોકસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર કમિટિની જાહેરાત કરી છે. આ યાદીમાં એવા ઘણા નેતાઓના નામ સામેલ છે જેઓ અન્ય પક્ષોમાંથી તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ સમિતિનું એલાન કર્યું છે. રાજનાથ સિંહ આ ઘોષણાપત્ર કમિટિના અધ્યક્ષ છે જ્યારે નિર્મલા સીતારમણને કન્વીનર બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં વિવિધ રાજ્યોના 27 સભ્યોનો સમાવેશ થાય છે. પિયુષ ગોયલને કો-કન્વીનર બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પણ સમિતિમાં સામેલ કરાયા છે.

27 સભ્યોની ઘોષણાપત્ર સમિતિ બનાવાઈ

ભાજપની ઘોષણાપત્ર કમિટિમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, અર્જુનરામ મેઘવાલ, કિરેન રિજિજુ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર પટેલ, હિમંતા બિસ્વા સરમા, વિષ્ણુદેવ સાંઈ, રવિશંકર પ્રસાદ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ મોર્યા, રાજકુમાર ચંદુભાઈ, રાજેન્દ્રસિંહ જાડેજા, વિનોદ તાવડે, રાધામોહન દાસ, ઓપી ધનખર, અનિલ એન્ટોની, તારિક મન્સૂર વગેરેનો સમાવેશ થાય છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઘોષણાપત્ર સમિતિની રચના કરી છે. આ સમિતિમાં કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. સમિતિમાં લગભગ તમામ રાજ્યોના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ સમિતિને મેનિફેસ્ટો તૈયાર કરતી વખતે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ વખતે પાર્ટીનો મેનિફેસ્ટો  2047 સુધીમાં દેશનો વિકાસ કરવાની ‘યોજના’ પર આધારિત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન પહેલા પાર્ટી પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી શકે છે.

આ પણ વાંચો: ચૂંટણી રંગોળીઃ ભાજપે ‘તારક મહેતા…’ના પાત્રો દ્વારા કર્યો પાર્ટીનો પ્રચાર

Back to top button