ચૂંટણી રંગોળી: ભાજપ ભરતી મેળામાં ઓડિશાના વધુ એક નેતાનું પુન: સ્વાગત
ભુવનેશ્વર (ઓડિશા), 30 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા ઓડિશાની સત્તાધારી પાર્ટી BJDની મુશ્કેલી વધી છે. એક પછી એક રાજીનામાં પડી રહ્યા છે. જે પક્ષનું પલળું ભારે હોય ત્યાં રાજકરણીઓ જોડાઈ રહ્યા છે. રાજ્યમાં એક જ દિવસે બીજા નેતાએ પાર્ટીએથી છેડો ફાડ્યો છે. રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને કેસિંગા અને નારલા વિધાનસભા ક્ષેત્રના 5 વખતના ધારાસભ્ય ધનેશ્વર માઝીએ પાર્ટીને છોડી દીધી છે. અને ફરી એકવાર BJPમાં જોડાયા છે. બીજેપીમાં જોડાયા પછી ધનેશ્વર માઝીએ કહ્યું કે, 2000થી 2009 સુધી હું ભાજપમાં હતો, પછી હું ભાજપ છોડીને બીજેડીમાં જોડાયો હતો. જો કે, BJDમાં જોશ ઘટવા લાગ્યો. મને ખબર છે કે, ઓડિશામાં ડબલ એન્જિનવાળી સરકાર બનશે, તેથી હું ભાજપમાં જોડાયો છું
#WATCH | Bhubaneswar, Odisha: After joining the BJP, former BJD MLA Dhaneswar Majhi says, “…From 2000 to 2009, I was in BJP, post that I left BJP and joined BJD. However, in BJD, Josh is slowly declining…I know that in Odisha, a double-engine government will be formed, hence… pic.twitter.com/ZbDNvvvvx2
— ANI (@ANI) March 30, 2024
ધનેશ્વર માઝીએ કેસરિયો ધારણ કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. મોદી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પ્રત્યે દેશ અને રાજ્યની જનતાનો વિશ્વાસ અને વિશ્વાસ વધી રહ્યો છે. બીજી તરફ, બીજેડી સામે આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, ઓડિશાના લોકોને મોદી સરકાર અને મોદી ગેરંટી પર વિશ્વાસ વધી રહ્યો છે અને બીજેડી રાજ્યના વિકાસમાં એક મોટો અવરોધ બન્યું છે.
આ પણ વાંચો: BJDમાંથી વધુ એક વિકેટ પડી, ચૂંટણી પહેલા અનુભવ મોહંતીએ પાર્ટીમાંથી છેડો ફાડ્યો