ઉફફ યે ગરમી… હવે સનબર્નથી સ્કીનને બચાવો, સમરમાં અપનાવો આ ઉપાય
- બાળકો સહિત ત્રણ પ્રકારના લોકોને સનબર્નનું સૌથી વધુ જોખમ હોઈ શકે છે. આવી સ્થિતિમાં સનબર્નને લઈને બેદરકારી ભારે પડે છે. સનબર્નથી સ્કીનને બચાવવા કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો.
ઉનાળાની ઋતુમાં ત્વચાની સંભાળ રાખવી એ જાણે મોટો પડકાર બની જાય છે. આવી સખત ગરમીમાં સનબર્નનું જોખમ વધી જાય છે. જેમ જેમ ગરમી વધે છે, ડિહાઇડ્રેશનનું જોખમ પણ વધે છે. જો શરીરમાં પાણીનું સ્તર ઓછું હોય અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે તો સનબર્નનું જોખમ રહે છે. બાળકો સહિત ત્રણ પ્રકારના લોકોને સનબર્નનું સૌથી વધુ જોખમ હોઈ શકે છે. આવી સ્થિતિમાં સનબર્નને લઈને બેદરકારી ભારે પડે છે. સનબર્નથી સ્કીનને બચાવવા કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો.
શું હોય છે સનબર્ન?
સનબર્ન ત્યારે થાય છે જ્યારે તમારી ત્વચા સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણોના વધુ પડતા સંપર્કમાં આવે છે. યુવી કિરણો ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી લાલાશ, દુખાવો, સોજો અને લાલ ચકામા જેવી સમસ્યાઓ થાય છે. સનબર્નને કારણે સ્કીન પર ફોડલીઓ, તાવ, શરદી અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.
સનબર્નથી બચવાના ઉપાયો
સનસ્ક્રીનનો ઉપયોગ કરો
ઘરની બહાર નીકળવાની ઓછામાં ઓછી 15 મિનિટ પહેલા SPF 30 અથવા તેનાથી વધુનું સનસ્ક્રીન લગાવો. દર બે કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવો, ખાસ કરીને જો તમને પરસેવો થતો હોય અથવા સ્વિમિંગ કરી રહ્યા હોવ.
કપડાંની પસંદગી
સમર સીઝનમાં ખુલતા, કોટન અને હળવા રંગના કપડાં પહેરો જે સૂર્યના કિરણોને રોકે છે. સાથે ટોપી, સનગ્લાસ અને સ્કાર્ફ પણ પહેરો.
સીધા સૂર્યપ્રકાશથી બચો
જ્યારે સૂર્યપ્રકાશ સૌથી વધુ તેજ હોય, એટલે કે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી બહાર જવાનું ટાળો. જો તમારે બહાર જવું ફરજિયાત હોય તો છાંયડામાં રહેવાનો પ્રયાસ કરો.
હાઈડ્રેટેડ રહો
ખૂબ પાણી પીવો. આ સાથે લિક્વિડનું પ્રમાણ પણ વધુ રાખો. એલોવેરા જેલ કે મોઈશ્ચરાઈઝર લગાવવાથી પણ ત્વચાને હાઈડ્રેટેડ રહેવામાં મદદ મળશે.
આ પદ્ધતિઓ પણ અજમાવી જુઓ
- સનબર્નના કિસ્સામાં, ઠંડા પાણીથી સ્નાન કરો
- એલોવેરા જેલ, દહીં કે કાકડીનો રસ લગાવવાથી પણ ત્વચાને ઠંડક મળશે.
- જો તમને ગંભીર સનબર્ન હોય, તો ડૉક્ટરનો સંપર્ક કરો.
આ લોકોને છે વધુ ખતરો
બાળકોને સૌથી વધુ સનબર્નથી બચાવવાની જરૂર હોય છે, કેમકે તેમની ત્વચા સૌથી વધુ સંવેદનશીલ હોય છે. આ સાથે પ્રેગનન્ટ વુમન પણ આવી ગરમીમાં ઘરની બહાર ન નીકળે. નવજાત શિશુને પણ ગરમીથી બચાવો. કેટલીક દવાઓ પણ તમને સનબર્ન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે છે.
આ પણ વાંચોઃ અળસીના બી ખાતાં પહેલાં જાણી લો તેના ફાયદા અને નુકસાન, કેવી રીતે ખાશો?