ટ્રેન્ડિંગધર્મ

સૂર્ય ગ્રહણ આપી રહ્યું છે અનેક પ્રકારની ચેતવણી, સૂતક કાળ પણ જાણી લો

Text To Speech
  • સૂર્ય ગ્રહણ જમીનથી લઈને આકાશ સુધી અનેક પ્રકારની ચેતવણી જારી કરી રહ્યું છે. સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહિ, પરંતુ અમેરિકામાં આ ગ્રહણ જોવા દરેક લોકો ઉત્સાહિત છે. આ ગ્રહણનો સૂતક કાળ નથી, પરંતુ તમે તે દિવસે દાન કરી શકો છો

29 માર્ચ, અમદાવાદઃ 8 એપ્રિલે ફાગણ મહિનાની અમાસ છે. આ દિવસે લાગનારું સૂર્ય ગ્રહણ જમીનથી લઈને આકાશ સુધી અનેક પ્રકારની ચેતવણી જારી કરી રહ્યું છે. સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહિ, પરંતુ અમેરિકામાં આ ગ્રહણ જોવા દરેક લોકો ઉત્સાહિત છે. આજ કારણ છે કે ફ્લાઈટના સમયમાં ફેરફાર થવાના કારણે હવાઈ વાહનવ્યવહાર ખોરવાશે. એટલું જ નહીં આ ગ્રહણ લાંબા સમય સુધી જોવા મળશે, તેથી તેની અસર આંખોની રોશની પર પણ પડશે. તેથી ખુલ્લી આંખોએ ગ્રહણ જોવાના બદલે તેને સારી ક્વોલિટીના ગ્લાસથી જોવાનું રહેશે. જમીન પર આ ગ્રહણને જોનારા લોકોનો જમાવડો થશે. આવા સંજોગોમાં વાહનવ્યવહાર માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સાથે સ્કુલોને પણ બંધ રખાશે.

સૂર્ય ગ્રહણ આપી રહ્યું છે અનેક પ્રકારની ચેતવણીઓ, સૂતક કાળ પણ જાણી લો hum dekhenge news

સૂતક કાળ ક્યારે લાગશે?

સૂર્ય ગ્રહણનો સૂતક કાળ ગ્રહણ લાગવાના 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે. આ ગ્રહણનો સૂતક કાળ નથી, પરંતુ તમે તે દિવસે દાન કરી શકો છો. ફાગણ અમાસનો દિવસ આ ગ્રહણને ખાસ બનાવી રહ્યો છે. આ દિવસે શિવ મંદિરમાં અનાજનું દાન કરવું શુભ ગણાશે. ગરીબોને ભોજન કરાવવાથી પુણ્ય મળશે.

શું છે સૂર્ય ગ્રહણનો સમય

આ એક ખગોળીય ઘટના છે. સૂર્ય ગ્રહણ 8 એપ્રિલના રોજ બપોરે 2.12 વાગ્યે શરૂ થશે અને 9 એપ્રિલના રોજ સવારે 2.22 વાગ્યે સમાપ્ત થશે. તેથી સૂર્ય ગ્રહણ લગભગ 12 કલાક ચાલશે.

કેમ થાય છે સૂર્ય ગ્રહણ?

ખગોળશાસ્ત્ર અનુસાર સૂર્ય ચંદ્રમા અને પૃથ્વી જ્યારે એક જ ધરી પર આવી જાય છે તો ચંદ્રમાની છાયા પૃથ્વી પર પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો ચંદ્રમાં પૃથ્વીના કેટલાક ભાગ પર થોડા સમય માટે સૂર્યની રોશનીને રોકી લે છે, તેને સૂર્યગ્રહણ કહે છે.

આ પણ વાંચોઃ મિર્ઝાપુર 3 ક્યારે રીલિઝ થશે? નિર્માતાએ સંકેત આપ્યો

Back to top button