ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસને ઝટકા પર ઝટકો, ગઈકાલે હાઈકોર્ટે અરજી ફગાવી; હવે IT વિભાગે આપ્યું ‘ટેન્શન’

Text To Speech

નવી દિલ્હી, 29 માર્ચ 2024: કોંગ્રેસ પાર્ટી સતત આંચકાઓનો સામનો કરી રહી છે. 28 માર્ચે દિલ્હી હાઈકોર્ટે એક અરજી ફગાવી દીધી હતી અને હવે ઈન્કમટેક્સ વિભાગે પક્ષને એક નવું ટેન્શન આપ્યું છે. IT વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ જારી કરી છે.

કોંગ્રેસની ચિંતા વધી

આવકવેરા વિભાગની તાજેતરની નોટિસમાં આ રકમ કોંગ્રેસ પાસેથી ટેક્સ તરીકે 2017-18થી 2020-21ના આકારણી વર્ષ માટે દંડ અને વ્યાજની સાથે માંગવામાં આવી છે. જેના કારણે લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીની ચિંતામાં વધારો થયો છે.

રકમ વધુ વધશે

નિષ્ણાતોના મતે ટેક્સની આ રકમ હજુ વધી શકે છે. આવકવેરા વિભાગ હાલમાં કોંગ્રેસની વર્ષ 2021-22 થી 2024-25 સુધીની આવકના પુનર્મૂલ્યાંકનના અહેવાલની રાહ જોઈ રહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી

28 માર્ચે દિલ્હી હાઈકોર્ટે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. કોંગ્રેસ દ્વારા કર સત્તાવાળાઓ સામે ચાર વર્ષથી ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી શરૂ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજી ગઈકાલે હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

આ પહેલા પણ કોંગ્રેસની અનેક અરજીઓ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આમાં કોંગ્રેસે 2014થી 2017 દરમિયાન ટેક્સ રિવેલ્યુએશનની કાર્યવાહી શરૂ કરવાનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આવકવેરા વિભાગે આ કાર્યવાહી માટે પ્રથમદર્શી પુરાવા આપ્યા છે.

Back to top button