જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામવન પાસે રોડ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ
- જમ્મુ-કાશ્મીરના રામવન જિલ્લા પાસે સર્જાયો મોટો અકસ્માત
જમ્મુ કાશ્મીર, 29 માર્ચ: જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર બહાર આવ્યા છે. જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ (SUV) રામવન જિલ્લાના બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ થયા છે. પોલીસ, SDRF અને સિવિલ QRT રામબન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, વાહન શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યું હતું અને સવારે લગભગ 1.15 વાગ્યે જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું.
આ અકસ્માત મોડી રાત્રે થયો
મળતી માહિતી મુજબ, શુક્રવારે મોડી રાત્રે એક SUV જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરથી લપસીને ખીણમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં દસ લોકોના મૃત્યુ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, “તમામ મૃત મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે. ભારે વરસાદ વચ્ચે 10 મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં જમ્મુના અંબ ધ્રોથાના 47 વર્ષિય કાર ચાલક બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગંગનો પણ સમાવેશ થાય છે.
આવો અકસ્માત માર્ચમાં પણ થઈ ચૂક્યો હતો
ઉલ્લેખનીય છે કે, રામવન જિલ્લામાં અગાઉ પણ એક અકસ્માત થઈ ચૂક્યો છે. 5 માર્ચના રોજ હાઈવે પર એક ભયાનક અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં પણ બેટરી ચશ્મા વિસ્તારમાં ટાટા સુમો 150 મીટર ઊંડી ખીણમાં પડતાં બે લોકોનાં મોત થયાં હતાં.
આ પણ જુઓ: અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી