ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતનો ચીનને કડક સંદેશ: ગમે તેટલું કરી લે, અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે

Text To Speech
  • ભારતના વિદેશ મંત્રાલયે અરુણાચલ પ્રદેશ મુદ્દે ચીનને જોરદાર જવાબ આપ્યો

નવી દિલ્હી, 29 માર્ચ: ભારતના વિદેશ મંત્રાલયે અરુણાચલ પ્રદેશ મુદ્દે ચીનને જોરદાર જવાબ આપ્યો છે. ભારતે પાડોશી દેશને સ્પષ્ટ કરી દીધું છે કે ચીન તેના પાયાવિહોણા દાવાઓનું ગમે તેટલું પુનરાવર્તન કરે, તે ભારતના વલણને બદલશે નહીં કે અરુણાચલ પ્રદેશ તેનું અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને હંમેશા રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો ચાલુ રાખવા અંગેના પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી.ભારતનું વલણ બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ તેનું અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને રહેશે

ચીનને ભારતનો કડક સંદેશ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશના મુદ્દે અમારું વલણ ઘણી વખત સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હાલમાં જ અમે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. ચીન તેના ‘પાયાવિહોણા દાવાઓ’નું ગમે તેટલું પુનરાવર્તન કરે, તે અમારું વલણ બદલી શકશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો જ ભાગ છે.

વિદેશમંત્રી એસ.જયશંકરે પણ આપ્યું હતું નિવેદન 

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અરુણાચલ પ્રદેશ પર ચીનના વારંવારના દાવાને ‘વાહિયાત’ ગણાવીને નકારી કાઢ્યા હતા. જયશંકરે કહ્યું હતું કે, આ સરહદી રાજ્ય “ભારતનો કુદરતી ભાગ” છે. અરુણાચલ પર ચીનના વારંવારના દાવાઓ અને રાજ્યમાં ભારતીય નેતાઓની મુલાકાતના ચીનના વિરોધ પર તેમની જાહેર ટિપ્પણીમાં જયશંકરે કહ્યું કે, “આ કોઈ નવો મુદ્દો નથી.”

અરુણાચલ પ્રદેશ મુદ્દે ચીને વિરોધ વ્યક્ત કર્યો હતો

ચીનના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો. તેના પર ભારતે કહ્યું હતું કે, આ સંબંધમાં પાયાવિહોણી દલીલોનું પુનરાવર્તન કરવાથી આવા દાવાને કોઈ માન્યતા મળતી નથી. અરુણાચલ પ્રદેશના લોકોને અમારા વિકાસ કાર્યક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો લાભ મળતો રહેશે.

આ પણ જુઓ: Breaking News : કુખ્યાત ભુમાફિયા મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મૃત્યુ

Back to top button