અમદાવાદ 28 માર્ચ 2024: અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારની પ્રાઇમ ડાઉન ખાતે લેખક તેમજ પૂર્વક કેબિનેટ મંત્રી ડો. જયનારાયણ વ્યાસનાં પોતાના દ્વારા લખવામાં આવેલા મુખ્ય 4 પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો. જયનારાયણ વ્યાસ સાથે મુખ્ય મહેમાન તરીકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કુમારપાળ દેસાઈ, પ્રવીણભાઈ લહેરી, તેમજ ડો. હરિભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
અલગ-અલગ ચાર પુસ્તકોનું વિમોચન
ડો. જયનારાયણ વ્યાસનાં પુસ્તકો વિશે વાત કરીએ તો “ગુજરાતના મુખ્યમંત્રીઓ મારી નજરે”, “ગોરવવંતા ગુજરાતીઓ”, “માતૃ શ્રાદ્ધ તીર્થભૂમિ સિધ્ધપુર” અને “ભલે ઉગ્યા ભાણ” જેવી કુલ ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. એમાં આ ચાર પુસ્તક મળીને અત્યાર સુધી ડો. જયનારાયણ વ્યાસનાં 40 જેટલા કુલ પુસ્તકોનું વિમોચન થયું હતું. ઉપસ્થિત રહેલા મહેમાનોમાં કુમારપાળ દેસાઈ પદ્મશ્રીનાં સન્માનથી અલંકૃત છે. જેમણે 70 ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમણે સમાજ, ધર્મ અને રાષ્ટ્રને ઉપયોગી થાય તેવા કાર્યો કરેલા છે. તેમજ પ્રવીણ લહેરી જેઓ ગુજરાતના જાણીતા પૂર્વ IAS તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે.
ગુજરાતના મુખ્યમંત્રીઓ મારી નજરે વિશેષ પુસ્તક
પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ડો. જયનારાયણ વ્યાસે તેમના પુસ્તકો વિશે વાત કરતા જણાવ્યું હતું કે એક સમયમાં ચીમનભાઈ પટેલ વખતની સરકાર હતી ત્યારબાદ ખજુરાઓ કાંડ જેમાં આખે આખી સરકાર જાડુમાં વાળીને ફેંકી દેવાઇ તેવો માહોલ ઊભો થયો જેવી તમામ વાતોનો ઉલ્લેખ ગુજરાતના મુખ્યમંત્રીઓ મારી નજરે પુસ્તકમાં બારીકી રીતે કરાયું છે. તેમજ ગોરવવંતા ગુજરાતીઓ પુસ્તક વિશે તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદના અમુક જૈન વણીકનું કોડુ અમુક ક્ષત્રિયો સાથે સંકળાયેલું છે. તેમજ ત્રિભુવનદાસ પટેલ જેને ઢોરચોરોએ કાપી નાખ્યા હતાં. ત્યારથી તેઓ વીર શહીદ નામે ઉત્તર ગુજરાતમાં ઓળખાયા, તેમજ વડોદરાના ત્રિભુવનદાસ ગજ્જર જેમણે શ્વેતક્રાંતિ કરી એમને કેટલા લોકો ઓળખે છે? આવા કેટલા પાત્રો છે? શું તમે જાણો છો? તેવા તમામ ગૌરવવંતા ગુજરાતીઓની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે.