RR vs DC: દિલ્હી કેપિટલ્સએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
- IPL 2024ની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો સામસામે ટકરાશે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ પાસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે
જયપુર, 28 માર્ચ: IPL 2024ની 9મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમો સામ સામે છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં દિલ્હી કેપિટલ્સએ ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (w/c), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, અવેશ ખાન
દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિકી ભુઇ, ઋષભ પંત (w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ, મુકેશ કુમાર
દિલ્હી કેપિટલ્સ ઇતિહાસ રચવાની નજીક
દિલ્હી કેપિટલ્સે આઈપીએલમાં અત્યાર સુધી 239 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન દિલ્હી કેપિટલ્સે 105 મેચ જીતી છે અને 128 મેચ ગુમાવી છે. પંજાબ કિંગ્સે પણ અત્યાર સુધી 105 મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો દિલ્હી કેપિટલ્સ આ મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવશે તો તે IPLમાં 105થી વધુ મેચ જીતનારી 5મી ટીમ બની જશે.
IPLમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમ
- મુંબઈ ઈન્ડિયન્સ – 138 જીત
- ચેન્નાઈ સુપર કિંગ્સ – 133 જીત
- કોલકાતા નાઈટ રાઈડર્સ – 120 જીત
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 115 જીત
- દિલ્હી કેપિટલ્સ – 105 જીત
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાના નામે શરમજનક રેકોર્ડ, ચાહકોને યાદ આવી 2008ની IPL સિઝન