બુલેટ ટ્રેન માટે બનાવેલો ખાસ ટ્રેક જૂઓ, જાણો કેટલી હશે તેની સ્પીડ?
નવી દિલ્હી, 28 માર્ચ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને દેશમાં સૌકોઈ ઉત્સુક છે. ત્યારે ભારતીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દેશની પ્રથમ 320kmph સ્પીડ બુલેટ ટ્રેન માટે ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ વૈષ્ણવે તેમના X એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને બુલેટ ટ્રેન પ્રોજેકટની માહિતી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી 3.0માં આવા ઘણા મોટા ફેરફારો અને વિકાસ જોવા મળશે.
Bharat’s first ballastless track for #BulletTrain !
✅320 kmph speed threshold
✅153 km of viaduct completed
✅295.5 km of pier work completedMore to come in Modi 3.0 pic.twitter.com/YV6vP4tbXS
— Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 28, 2024
રેલવે મંત્રીએ વીડિયો કર્યો શેર
રેલવે મંત્રીએ પોતાના X પર એક વીડિયો શેર કર્યો છે. બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા દેશના પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેક પર આ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. 153 કિમી પુલ અને 295.5 કિમીના આ ટ્રેકના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ વીડિયોમાં માહિતી આપવામાં આવી છે કે દેશમાં બે જગ્યાએ પ્રી-કાસ્ટ આરસી ટ્રેક સ્લેબ બનાવવામાં આવી રહ્યા છે. આ ટ્રેક ગુજરાતમાં આણંદ અને કીમમાં બનાવવામાં આવી રહ્યા છે. રેલવે નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ અદ્ભુત ટ્રેક સિસ્ટમ એન્જિનિયરિંગ અને મેક ઇન ઈન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે.
અગાઉ મંગળવારે રેલવે મંત્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે ભારતીય રેલવે મહત્તમ સલામતીનાં પગલાં જાળવવા માટે એનિમોમીટર સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. એનિમોમીટર્સ ગુજરાત અને મહારાષ્ટ્રમાં 14 મુખ્ય સ્થાનો પર સ્થાપિત કરવામાં આવશે, જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઉચ્ચતમ સલામતી ધોરણોને સુનિશ્ચિત કરશે.
આ પણ વાંચો: Bullet Train in India: શું હશે બુલેટ ટ્રેનનું ભાડું, ક્યારે શરૂ થશે? જાણો રેલવે મંત્રીએ શું કહ્યું