બાળકો માટે એક થયા નવાઝુદ્દીન-આલિયા, પત્નીએ કહ્યું, હવે વિકલ્પ નથી!
- બોલિવૂડના ટેલેન્ટેડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પર્સનલ લાઈફ ખૂબ જ ચર્ચામાં રહી હતી. કપલ પોતાના લગ્નને કોર્ટ-કચેરી સુધી પણ લઈ ગયા હતા.
28 માર્ચ, મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડના ટેલેન્ટેડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પર્સનલ લાઈફ ખૂબ જ ચર્ચામાં રહી છે. વર્ષ 2020માં તેને અને પત્ની આલિયા સિદ્દીકીને અણબનાવ થયો હતો અને સંબંધોમાં કડવાશ સામે આવી હતી. આ કેસ ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યો હતો. કપલ પોતાના લગ્નને કોર્ટ-કચેરી સુધી પણ લઈ ગયા હતા.
એકબીજા પર લગાવ્યા હતા આક્ષેપો
નવાઝ અને આલિયા બંનેએ એકબીજા પર અનેક આરોપો લગાવ્યા હતા. આલિયાએ સોશિયલ મીડિયા પર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને વીડિયો જાહેર કરીને ઘણા ખુલાસા કર્યા હતા. એટલું જ નહીં, આલિયાએ છૂટાછેડાનો કેસ પણ દાખલ કર્યો હતો. તે તેના બાળકો સાથે અલગ રહેવા લાગી હતી. એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં આલિયા તેના બાળકો સાથે અભિનેતાના ઘરની બહાર લડતી જોવા મળી હતી. હવે થોડા સમય બાદ એવા સમાચાર છે કે બંનેએ ફરી એકવાર તેમના સંબંધોને બીજી તક આપવાનું નક્કી કર્યું છે.
View this post on Instagram
સાથે ઉજવી લગ્નની 14મી વર્ષગાંઠ
આલિયા સિદ્દીકીએ તાજેતરમાં તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવાઝુદ્દીન સાથે તેની 14મી એનિવર્સરીની ઉજવણી કરતો ફેમિલી ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં નવાઝ-આલિયા અને તેમના બાળકો જોવા મળે છે. ત્યારથી તેમના સમાધાનની અટકળો શરૂ થઈ ગઈ હતી. હવે આલિયાએ એક ઈન્ટરવ્યુમાં કન્ફર્મ કર્યું છે કે તેણે નવાઝ સાથે પેચઅપ કર્યું છે.
સારું પણ શેર કરવું જરૂરીઃ આલિયા
આલિયા સિદ્દીકી તેના બાળકો સાથે દુબઈમાં રહે છે. તાજેતરમાં જ તેણે અને નવાઝે તેમની 14મી વેડિંગ એનિવર્સરી એકસાથે સેલિબ્રેટ કરી હતી. આલિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં, મારા જીવનમાં કેટલીક વસ્તુઓ બદલાઈ છે. મને લાગ્યું કે જ્યારે આપણે દુનિયા સાથે ખરાબ વસ્તુઓ શેર કરીએ છીએ, ત્યારે આપણે સારી વસ્તુઓ પણ શેર કરવી જોઈએ. જે સારું છે તે પણ લોકોએ જોવું જોઈએ. નવાઝ પણ અહીં હતા તેથી અમે બાળકો સાથે એનિવર્સરી ઉજવી.
બાળકો માટે અમે થયા એકઃ આલિયા
આલિયાએ કહ્યું, મને લાગે છે કે અમારા સંબંધોમાં જે પણ સમસ્યાઓ આવી તે હંમેશા કોઈ ત્રીજી વ્યક્તિના કારણે હતી, પરંતુ હવે આ ગેરમાન્યતાઓ આપણા જીવનમાંથી દૂર થઈ ગઈ છે. અમે અમારા બાળકો માટે સંપૂર્ણ રીતે સરેન્ડર કરી દીધું છે. હવે અમારા જીવનમાં અલગ રહેવાનો કોઈ વિકલ્પ નથી. અમારા બાળકો પણ મોટા થઈ રહ્યા છે. નવાઝ દીકરી શોરાની ખૂબ નજીક છે અને અમારી વચ્ચે જે કંઈ પણ થયું તે પછી તે ખૂબ જ પરેશાન હતી. તે આ બધું સહન કરી શકતી ન હતી, તેથી અમે હવે લડવાનું નહીં અને શાંતિથી સાથે રહેવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચોઃ રામ ચરણની બર્થડે પાર્ટીમાં અલ્લૂ અર્જુનનો નાટૂ નાટૂ પર ડાન્સ, વીડિયો વાયરલ