ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ભાજપમાંથી ટિકિટ મળતાં ભાવુક બન્યા નેતા, ચૂંટણી ચિન્હ સામે દંડવત કર્યા, જૂઓ વીડિયો

Text To Speech
  • 30 વર્ષ જૂના કાર્યકર્તાને ભાજપે લોકસભાની ટિકિટ આપી
  • લોકસભાની ટિકિટ મળતાની સાથે જ ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્મા ચૂંટણી ચિન્હની સામે દંડવત કર્યા

આંધ્રપ્રદેશ, 28 માર્ચ: દેશની 18મી લોકસભાની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાઈ રહી છે. ચૂંટણી પંચે આ માટેની તારીખો પણ જાહેર કરી દીધી છે. તારીખોની જાહેરાત બાદ તમામ પક્ષો ચૂંટણી માટે વધુ સક્રિય થઈ ગયા છે. તમામ પક્ષો પોતાના મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે. આ દરમિયાન આંધ્રપ્રદેશનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, બીજેપીએ તેના એક નેતાને ચૂંટણીની ટિકિટ આપતા જ ​​તે ભાવુક થઈ ગયા અને પાર્ટીના ચૂંટણી ચિન્હની સામે દંડવત કર્યા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

30 વર્ષની મહેનત પછી ટિકિટ મળી

ભાજપના નેતા ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માને આંધ્ર પ્રદેશના નરસાપુરમથી લોકસભાની ટિકિટ મળી છે. ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્મા ભાજપ, ટીડીપી અને જનસેનાના સંયુક્ત ઉમેદવાર છે. ભૂપતિરાજુ છેલ્લા 30 વર્ષથી ભાજપમાં કામ કરી રહ્યા છે અને હાલમાં આંધ્રપ્રદેશમાં બીજેપીના પ્રદેશ સચિવ છે. તેઓ આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં નરસાપુરમથી ચૂંટણી લડવાના છે. સીટ મળવાના સમાચાર સાંભળીને ભૂપતિરાજુ ભાવુક થઈ ગયા અને ભાજપના ચૂંટણી ચિન્હની સામે જ દંડવત કર્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોમ X (ટ્વિટર) પર શેર કરતી વખતે ભૂપિતારાજુ શ્રીનિવાસ વર્માએ લખ્યું, ‘મારું જીવન કમળને સમર્પિત છે. આ મારી 30 વર્ષની મહેનતનું પરિણામ છે.’

આ પણ વાંચો: હિમાચલની મંડી સીટ જ શા માટે? શું છે કંગના રનૌતનું લોકસભા ચૂંટણી લડવા પાછળનું કારણ?

Back to top button