ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Infinixનો મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગ સાથેનો પહેલો ફોન, ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ

Text To Speech

28 માર્ચ, 2024: Infinix તેની નવી સ્માર્ટફોન સિરીઝ આવતા મહિને એટલે કે એપ્રિલમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ સીરીઝનું નામ Infinix Note 40 સીરીઝ છે. કંપનીએ હજુ સુધી આ સિરીઝની ચોક્કસ લૉન્ચ તારીખ જાહેર કરી નથી.

મેગ્નેટિક ચાર્જિંગ સાથેનો પહેલો એન્ડ્રોઇડ ફોન 

કંપનીએ પુષ્ટિ કરી છે કે આ ફોન સિરીઝ 20W મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. Infinixએ આ ટેક્નોલોજીને MagCharge ટેક્નોલોજી નામ આપ્યું છે. તે મેગસેફ ચાર્જિંગ સોલ્યુશનની જેમ કામ કરશે, જે iPhonesમાં જોવા મળે છે.

Infinix Note 40 સીરીઝ એ પ્રથમ એન્ડ્રોઈડ ફોન સીરીઝ અથવા ફોન હશે જે વાયરલેસ મેગ્નેટિક ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવશે.

સામાન્ય વાયરલેસ અને મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગ વચ્ચે શું તફાવત ?

સામાન્ય વાયરલેસ ચાર્જિંગ દરમિયાન યુઝર્સ તેમના ફોનને ચાર્જિંગ પેડ અથવા સ્ટેન્ડ પર મૂકવો પડશે. આ પેડ અથવા સ્ટેન્ડમાં કોઇલ હોય છે, જે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, જે ઉપકરણને કોઇલ સાથે જોડવા પર વીજળી ઉત્પન્ન કરે છે, જેના કારણે ફોન ચાર્જ થાય છે. આ એક સીધી પ્રક્રિયા છે, પરંતુ તેના માટે ઉપકરણને ચાર્જિંગ પેડ અથવા સ્ટેન્ડ પર રાખવું જરૂરી છે. આ સિસ્ટમની સમસ્યા એ છે કે જો ઉપકરણ ચાર્જિંગ પેડમાંથી એક ઇંચ પણ ખસે છે, તો તે ચાર્જ કરવાનું બંધ કરી દે છે.

મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગ આ સમસ્યાનો ઉકેલ છે. આમાં, ફોન અથવા ઉપકરણને ચાર્જિંગ પેડ પર રાખવાની જરૂર નથી. આ ટેક્નોલોજીમાં ચુંબકની મદદથી ઉપકરણને ચાર્જ કરવા માટે ચુંબકીય ક્ષેત્ર અને વીજળી બનાવવામાં આવે છે. હવે Infinix તેની આગામી ફોન સીરીઝમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે.

અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર, Infinixની આ ફોન સિરીઝમાં કુલ 4 સ્માર્ટફોન હશે, જેમાં Infinix Note 40, Note 40 Pro 4G, Note 40 Pro 5G, અને Note 40 Pro Plus 5G સામેલ છે. આ ચાર ફોન 20W વાયરલેસ ચાર્જિંગ અને 100W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

Back to top button