સોશિયલ મીડિયામાં પરેશ ધાનાણી, હેમાંગ રાવલ અને યજ્ઞેશ દવે વચ્ચે વૉર
અમદાવાદ, 27 માર્ચ 2024, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે અસંતોષની જ્વાળાઓ જોવા મળી રહી છે. ત્યારે બંને પક્ષે સોશિયલ મીડિયા પર વૉર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના પરેશ ધાનાણી, હેમાંગ રાવલ અને ભાજપના યજ્ઞેશ દવે વચ્ચે સામ સામે કવિતાઓનો વોર ચાલી રહ્યો છે. ધાનાણીના ટ્વીટ બાદ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ જવાબ આપ્યો હતો અને ત્યાર બાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ફેસબુક પોસ્ટ દ્વારા યજ્ઞેશ દવેને જવાબ આપ્યો હતો.
કમલમ”માં કકળાટ, જ્યારે “કોંગ્રેસ” ટનાટન છે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધાનાણીએ એક્સ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ‘ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શમતો નથી’ના હેડિંગ સાથેનું ન્યૂઝ પેપરનું કટિંગ પોસ્ટ કરી લખ્યું કે લોકસભા 2024 હાલ “કમલમ”માં કકળાટ, જ્યારે “કોંગ્રેસ” ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું.! ત્યાર બાદ બીજી એક પોસ્ટમાં એક કવિતા લખી હતી જે ધડાધડ વાયરલ થવા માંડી હતી.
“હા પાડીને, હેઠા બેસાડયા”
ભીખુસીંહને ભોઠા પાડ્યા,
રંજનબેનને રડાવીયા,
નારણભાઈની નાડ ઢીલી,
ધડૂકના ઢોલ પીટી નાખ્યા,
રુપાણીને રમતા મુક્યા,
મુંજપરાને મરડી નાખ્યા,
ભારતીબેન ભૂંસાઈ ગયા,
કેસી બની ગયા દેશી,અને મેહાણી કાકાનો તો
કાંટો જ કાઢી નાખ્યો.!#2004નુ_પુનરાવર્તન_પાક્કુ— Paresh Dhanani (@paresh_dhanani) March 27, 2024
કોંગ્રેસ ટના ટન નહીં કોંગ્રેસ “ના” પાડવામાં ટનાટન
ધાનાણીની કવિતાના જવાબમાં ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેષ દવેએ એક્સ પર લખ્યું કે,કોંગ્રેસ ટના ટન નહીં કોંગ્રેસ “ના” પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મુકવી પડી. ત્યાર બાદ તેમણે એક કવિતા લખી હતી.
&
કોંગ્રેસ ટના ટન નહિ કોંગ્રેસ ” ના ” પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમ ટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનાર ના શરણમાં મુકવી પડી
રાજકોટથી પરેશ ધાનાની ની ટનાં ટન “ના ”
અમરેલીથી પ્રતાપ દુધાત ની ટનાં… pic.twitter.com/6L45VO0LoQ
— Dr.Yagnesh Dave(Modi ka Parivar) (@YagneshDaveBJP) March 27, 2024
nbsp;
હેમાંગ રાવલે ફેસબુક પોસ્ટ દ્વારા જવાબ આપ્યો
યજ્ઞેશ દવેના ટ્વીટ બાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ફેસબુક પોસ્ટ દ્વારા જવાબ આપ્યો અને એક પોસ્ટર પોસ્ટ કર્યું હતું. જેમાં કમળને ઉંધુ ચિતરવામાં આવ્યું હતું.ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર જામ્યા બાદ આ વાત મીડિયા સામે આવી હતી અને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા લાગ્યા હતા. થોડીવારમાં તો ગુજરાતનો રાજકીય માહોલ ગરમ થઈ ગયો હતો.
આ પણ વાંચોઃચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોર્ડે 1.16 કરોડ રોકડા અને 11.44 કરોડનું સોનું-ચાંદી જપ્ત કર્યું