ગુજરાતની 26માંથી 7 બેઠકો પર કોંગ્રેસ સામે કોંગ્રેસનો જંગ, ધાનાણીની કવિતા વાયરલ
અમદાવાદ, 27 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોના 26 ઉમેદવારોમાંથી ભાજપના 27 ટકા ઉમેદવારોનો એક યા બીજી રીતે કોંગ્રેસ પરિવાર સાથે નાતો રહ્યો છે. 26માંથી 7 ઉમેદવારોનો નાતો ભૂતકાળમાં કોંગ્રેસ પરિવાર સાથે રહ્યો છે. એક રીતે લોકસભાની સાત બેઠકો ઉપર ભાજપ સામે કોંગ્રેસ નહિ પરંતુ કોંગ્રેસ સામે કોંગ્રેસ ચૂંટણી લડશે. આ સાત ઉમેદવારોમાં શોભનાબહેન બારૈયા, ચંદુભાઈ શિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા અને પુનમ માડમ સામેલ છે. બીજી તરફ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ એક્સ પર કરેલી એક કવિતા ધડાધડ વાયરલ થઈ રહી છે.
“હા પાડીને, હેઠા બેસાડયા”
ભીખુસીંહને ભોઠા પાડ્યા,
રંજનબેનને રડાવીયા,
નારણભાઈની નાડ ઢીલી,
ધડૂકના ઢોલ પીટી નાખ્યા,
રુપાણીને રમતા મુક્યા,
મુંજપરાને મરડી નાખ્યા,
ભારતીબેન ભૂંસાઈ ગયા,
કેસી બની ગયા દેશી,અને મેહાણી કાકાનો તો
કાંટો જ કાઢી નાખ્યો.!#2004નુ_પુનરાવર્તન_પાક્કુ— Paresh Dhanani (@paresh_dhanani) March 27, 2024
આ ઉમેદવારો મૂળ કોંગ્રેસી છે
સાબરકાંઠા બેઠક ઉપર ભાજપમાં શોભનાબહેન બારૈયાના પતિ મહેન્દ્રસિંહ 2012માં પ્રાંતિજ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં અને 2017મા હારી જતાં ઓગસ્ટ 2022માં મહેન્દ્રસિંહ બારૈયાએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરા એક સમયે તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે હતા.સાંસદ પ્રભુ વસાવા વર્ષ 2012માં કોંગ્રેસના ધારાસભ્ય પદે ચૂંટાયા હતા 2014માં પક્ષપલ્ટો કરી ભાજપ ભેગા થયા હતા. ખેડા લોકસભા બેઠક પર દેવુસિંહ ચૌહાણ એક સમયે કોંગ્રેસમાં સક્રિય હતા. પાટણમાં ભરતસિંહ ડાભી એક સમયે કોંગ્રેસમાં હતા. કચ્છના વિનોદ ચાવડા પણ કોંગ્રેસ સાથે હતા.
પરેશ ધાનાણીની પોસ્ટ ધડાધડ વાયરલ થઈ રહી છે
કોંગ્રેસ છોડીને જનારા કાર્યકરોને કોંગ્રેસનાં નેતા પરેશ ધાનાણીએ ટકોર કરી હતી કે, કોંગ્રેસ છોડી જનારને હવે પરત લેવાના નથી. અમરેલીમાં કાર્યકરોને સભા દરમિયાન પરેશ ધાનાણીએ અમરેલીમાં કાર્યકરોને સભા દરમ્યાન બોલ્યા કે અમરેલીએ જ્યારે કરવટ બદલી ત્યારે ગુજરાતે સમર્થન આપ્યું છે. 2004ની ચૂંટણીનું પુનરાવર્તન થવાનું છે. આ ચૂંટણી ઉમેદવાર નહી કાર્યકર લડી રહ્યો છે. અરવલ્લી-સાબરકાંઠામાં ભાજપનાં કાર્યકરોએ રાજીનામાં આપ્યા હતા. પરેશ ધાનાણીએ એક્સ પર એક કવિતા પોસ્ટ કરી છે જે ધડાધડ વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચોઃઆ ચૂંટણીમાં 6 રાષ્ટ્રીય પક્ષો મેદાનમાં, જાણો કયાં રાજ્યમાં કેટલા પ્રાદેશિક પક્ષ છે?