કોલકાતા એરપોર્ટ પર મોટી દુર્ઘટના : ઈન્ડિગો પ્લેન એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટ સાથે અથડાયું
કોલકાતા, 27 માર્ચ : આજે એટલે કે બુધવારે કોલકાતા એરપોર્ટના રનવે પર પાર્ક કરેલા એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનને ઈન્ડિગોના વિમાને ટક્કર મારી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ ચેન્નાઈ એરપોર્ટ માટે ટેક ઓફ કરવાની તૈયારી કરી રહી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ મામલે કાર્યવાહી કરી છે. ડીજીસીએએ આ મામલે ઈન્ડિગો એરલાઈન્સના પાઈલટોને પદ પરથી હટાવી દીધા છે. આ ઘટના ત્યારે બની જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ કોલકાતા એરપોર્ટ પર ક્લિયરન્સની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન એક ઈન્ડિગો વિમાને તેને ટક્કર મારી હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. ઈન્ડિગો એરક્રાફ્ટના પાઈલટોને રોસ્ટરમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉડ્ડયન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે દુર્ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઈન્ડિગો એરક્રાફ્ટના પાઈલટોને રોસ્ટરમાંથી હટાવી દીધા છે.
આ રીતે અકસ્માત સર્જાયો હતો
પશ્ચિમ બંગાળના કોલકાતા એરપોર્ટ પર આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ઈન્ડિગો ફ્લાઈટ ટેક્સી માર્ગ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એરક્રાફ્ટનો એક ભાગ એર ઈન્ડિયાના અન્ય એરક્રાફ્ટ સાથે અથડાઈ ગયો. આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટના બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, અમારું એક વિમાન કોલકાતા એરપોર્ટના રનવે પર ચેન્નાઈ, તમિલનાડુ જવા માટે ક્લિયરન્સની રાહ જોઈ રહ્યું હતું. આ દરમિયાન અન્ય એરલાઇન કંપનીના પ્લેનની પાંખનો કિનારો ભાગ તેની સાથે અથડાઈ ગયો હતો.
હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે. અમે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરપોર્ટ ઓથોરિટીને સહકાર આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ દુર્ઘટનાને કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ તેઓ દિલગીર છે.