ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

Text To Speech

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. સારા વરસાદને પગલે ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 42 સે.મીનો વધારો થયો છે. મહત્વનું છે કે, હાલ મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે હજુ પણ જળસપાટી વધી શકે છે. ડેમમાં પાણીની આવક થતાં જળ સપાટી વધીને 120.22 મીટરે પહોંચી છે. આ સાથે ઉપરવાસમાંથી 35 હજાર 696 ક્યૂસેક પાણીની આવક થઈ છે.

નર્મદા ડેમની સપાટીમાં વધારો 

ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો ગત રોજ નર્મદા બંધની સપાટી 120.22 મીટરે હતી. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા જે પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી 35,696 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં 1257 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર ) લાઈવ પાણીનો જથ્થો છે અને ગુજરાત માટે કેનાલમાં 3,632 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સારા વરસાદને પગલે આ વર્ષે નર્મદા બંધ 138.68 મીટર સુધી પાણી ભરાશે એવી શક્યતા વધી છે એટલે આ વર્ષ ખૂબ સારું કહી શકાય.

ડેમની સપાટીમાં ગત રોજ થયો હતો વધારો

નર્મદા ડેમની સપાટીમાં ગત રોજ પણ વધારો થયો હતો. સારા વરસાદને પગલે ડેમની સપાટી 4 મીટર જેટલી વધી હતી. ગત રોજ નર્મદા ડેમની સપાટી 119.80 મીટરે પહોંચી હતી. ઉપરવાસમાંથી 44,957  ક્યૂસેક પાણીની આવક થઈ હતી. ગઇકાલે નર્મદા ડેમમાં 1198 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર) લાઈવ પાણીનો જથ્થો હતો.

Back to top button