ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

બે ચીની નાગરિકોનો નેપાળના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ

Text To Speech

ઉત્તર પ્રદેશ,  27 માર્ચ : ભારતની સરહદો પર સતત ઘૂસણખોરીના અહેવાલો સામે આવી રહ્યા છે. આ દરમિયાન નેપાળની સરહદ પાસે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીના સમાચાર સામે આવ્યા છે. પોલીસે કહ્યું છે કે ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં નેપાળની સરહદ પર બે ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને નેપાળ મારફતે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સશસ્ત્ર સીમા બલ (SSB) અને સિદ્ધાર્થનગર પોલીસની ટીમે બંને ચીની નાગરિકોને પકડી પડ્યા હતા.

આ માર્ગેથી ઘૂસણખોરી કરી રહ્યા હતા

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, SSB અને સિદ્ધાર્થનગર પોલીસની ટીમે 26 માર્ચે એક ચીની પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી હતી. આ બંને ચીની નાગરિકોની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી જ્યારે બંને કકરવા સરહદ મારફતે નેપાળમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસે આ વસ્તુઓ કબજે કરી

ધરપકડ બાદ પોલીસ ટીમે ચીની નાગરિકોની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી બે ચાઈનીઝ પાસપોર્ટ, નેપાળનો ટુરીસ્ટ વિઝા, 2 મોબાઈલ ફોન, 2 નેપાળી સીમકાર્ડ અને 2 ચાઈનીઝ સીમકાર્ડ મળી આવ્યા હતા. સિદ્ધાર્થનગરના એએસપી સિદ્ધાર્થ સિંહે જણાવ્યું હતું કે, બંને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

1751 કિમી લાંબી સરહદ

ભારત નેપાળ સાથે કુલ 1751 કિલોમીટર લાંબી સીમા રેખા શેર કરે છે. આ સરહદ કુલ 5 રાજ્યો એટલે કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વહેંચાયેલી છે. આ સીમા પર સુરક્ષાની કમાન સશસ્ત્ર સીમા બલના હાથમાં છે. SSB એ ભારત-નેપાળ સરહદ પર 455 સરહદ ચોકીઓ સ્થાપિત કરી છે.

આ પણ વાંચો :  ટાટા, મારુતિ અને મહિન્દ્રા લોન્ચ કરશે નવા ઇલેક્ટ્રિક વાહનો, તેમાં SUV પણ હશે સામેલ

Back to top button