સાવધાન: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક આપી, અમદાવાદમાં 2 નવા કેસ નોંધાયા
- H1N1 ઇન્ફ્લુઅન્ઝા પ્રકારના વાઇરસને કારણે સતત શરદી, ખાસી, તાવ
- રાજ્યમાં ફરી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે
- હાલમાં ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે
અમદાવાદ શહેરમાં ફરી કોરોનાના 2 નવા કેસ નોંધાયા છે. જેમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમજ સ્વાઇન ફ્લૂ સાથે કોરોનાએ શહેરમાં દસ્તક આપી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તથા સ્વાઇન ફ્લૂના 5 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો: અમદાવાદ: ડો. વૈશાલી આત્મહત્યા કેસમાં આરોપી PI ખાચરને બચાવવા પોલીસ મેદાને
રાજ્યમાં ફરી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે
રાજ્યમાં ફરી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના કેસ નોંધાય છે. અમદાવાદની અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં પાંચ સ્વાઇન ફ્લૂના, બે કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ગત એક સપ્તાહ દરમિયાન 10,000થી વધુ દર્દીઓ સારવાર અર્થે પહોચ્યા છે. હાલમાં ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં ઠંડી સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ઝાડા-ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત વાઇરલ ઇન્ફેક્શન છે તે પણ ઘણાં લાંબા સમયગાળા સુધી ચાલી રહ્યું હોવાથી તેનો ફેલાવો ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. આ સાથે જ વાઈરલ ઇન્ફેકશન કેસમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: RTEમાં ફોર્મ ભરાવાના બાકી હોય તો જલ્દી ભરજો, છેલ્લી તારીખમાં વધારો કરાયો
H1N1 ઇન્ફ્લુઅન્ઝા પ્રકારના વાઇરસને કારણે સતત શરદી, ખાસી, તાવ
છેલ્લા એક મહિનાથી સતત શહેરના ઘરઘરમાં રોગચાળો વકર્યો છે. H1N1 ઇન્ફ્લુઅન્ઝા પ્રકારના વાઇરસને કારણે સતત શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો સાથે સ્વાઇન ફ્લુની બીમારીથી શહેરીજનો પીડાઈ રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેરમાં બે દર્દીઓનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે. આ વર્ષે પણ માર્ચ મહિનામાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે. જેના પરિણામે વાઇરલ ઇન્ફેશનની અસર જોવા મળી રહી છે. સામાન્ય રીતે વાઇરલ ઇન્ફેક્શન ડોક્ટરની સલાહ લીધા બાદ ચારથી પાંચ દિવસમાં સામાન્ય થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે મોટાભાગના દર્દીઓને 15-20 દિવસ જેટલા સમય માટે વાઇરલ ઇન્ફેક્શનની અસર રહી છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂના કેસમાં પણ ખુબ વધારો થયો છે.