અમદાવાદ: ડો. વૈશાલી આત્મહત્યા કેસમાં આરોપી PI ખાચરને બચાવવા પોલીસ મેદાને
- એફિડેવિટમાં મૃતક વૈશાલી જોષીની ચિઠ્ઠીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી
- આ મામલે વધુ સુનાવણી 27મી માર્ચ એટલે કે આજ પર મુલતવી
- બી.કે.ખાચરે ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી
અમદાવાદમાં ડો. વૈશાલી આત્મહત્યા કેસમાં આરોપી PI ખાચરને બચાવવા પોલીસ મેદાને ઉતરી છે. જેમાં એફિડેવિટમાં મૃતકની ચિઠ્ઠીનો ઉલ્લેખ જ નહીં. તથા આરોપી અને મૃતક વચ્ચે કેવા અને કઈ હદના સંબંધો હતા તે વિષે કોઈ જ વાત નહીં. તેમજ કોર્ટે તપાસ કરનાર અધિકારીએ સેશન્સ કોર્ટમાં એફિડેવિટ કરી છે.
આ પણ વાંચો: USA:ફ્લોરિડામાં 14થી ઓછી વયના બાળકો નહીં ચલાવી શકે સોશિયલ મીડિયા!
એફિડેવિટમાં મૃતક વૈશાલી જોષીની ચિઠ્ઠીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી
ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં ગત, 6 માર્ચના રોજ પ્રેમપ્રકરણમાં મહિલા તબીબ ડો. વૈશાલી જોષીની આત્મહત્યા કેસમાં નાસતા ફરતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે.ખાચરે ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેમાં કોર્ટે તપાસ કરનાર અધિકારીએ સેશન્સ કોર્ટમાં એફિડેવિટ કરી છે. તપાસનીશ અધિકારીએ એફિડેવિટમાં મૃતક વૈશાલી જોષીની ચિઠ્ઠીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, આરોપી સાથે મૃતકે કેટલીવાર વાતચીતો કરી હતી અને ચિઠ્ઠી કબજે લેવામાં આવી હોવાનું પણ એફિડેવિટમાં જણાવ્યુ નથી.
આ પણ વાંચો: ગુજરાત: RTEમાં ફોર્મ ભરાવાના બાકી હોય તો જલ્દી ભરજો, છેલ્લી તારીખમાં વધારો કરાયો
આ મામલે વધુ સુનાવણી 27મી માર્ચ એટલે કે આજ પર મુલતવી
આમ પોલીસ અધિકારીએ આરોપી અધિકારી ખાચરને બચાવવા લૂલી એફિડેવિટ ફાઇલ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ સુનાવણી 27મી માર્ચ પર મુલતવી રાખી છે. ઉલ્લેખનીય છે કે, વૈશાલી જોષીએ આત્મહત્યા કરી તે દિવસથી પીઆઇ ખાંચર રજા પર ઉતરી ગયા હતા અને ભૂગર્ભમાં જતા રહ્યાં છે, ત્યાર બાદ આ મામલે ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસ તેમના ઘરે તથા વતનમાં તપાસ માટે ગઇ હતી પરંતુ તેઓ મળી આવ્યા નથી. ડો.વૈશાલી જોષીના આત્મહત્યા કેસમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે.ખાંચરે સેશન્સ કોર્ટમાં ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી છે. જેમાં તેમના એડવોકેટ સંજય ઠક્કરે એવી રજૂઆત કરી છે કે, ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે, સમગ્ર પ્રકરણમાં કોઇ જ સંડોવણી નથી. પોલીસ અધિકારી છે અને ક્યાંય નાસી કે ભાગી જાય તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છીએ.