ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: નાગરિકોને નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત, જાણો તાપમાનના આંકડા

Text To Speech
  • રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા રહેશે
  • રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે
  • શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર નોંધાયો

ગુજરાતમાં નાગરિકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે નહિ. જેમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ત્યારે અમદાવાદ 38.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા રહેશે જેમાં ગરમીનું જોર વધશે. ત્યારે સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે.

આ પણ વાંચો: USA:ફ્લોરિડામાં 14થી ઓછી વયના બાળકો નહીં ચલાવી શકે સોશિયલ મીડિયા!

શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર નોંધાયો

રાજ્યના શહેરોના તાપમાનના આંકડા જોઇએ તો અમદાવાદ 38.6, ગાંધીનગર 38.4, સુરેન્દ્રનગર 39.5, જામનગર 39.9 તેમજ અમરેલી 39.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ કચ્છ 39.6, ભાવનગર 37.4, વડોદરા 38.6 તથા બનાસકાંઠા 38.4 તેમજ જૂનાગઢ 38.5 તાપમાન રહ્યું છે. શહેરમાં બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી પારો ઊંચકાતાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. તેમજ રાજ્યનાં 10 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર નોંધાયો છે.

રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા રહેશે

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જેમાં નાગરિકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે નહીં. તેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા રહેશે ગરમીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. આ સપ્તાહમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરના મોટાભાગના શહેરમાં બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી પારો ઊંચકાતાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. મંગળવારે અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર નોંધાયો હતો, જેમાં ત્રણ શહેર ભુજ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

Back to top button