ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગાંધી અને ગોડસે વિવાદ પર પૂર્વ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય વિરુદ્ધ કાર્યવાહીની કોંગ્રેસની માંગ

Text To Speech
  • હું મહાત્મા ગાંધી અને નથુરામ ગોડસેમાંથી કોઈ એકની પસંદગી કરી શકતો નથી: પૂર્વ જસ્ટિસ અભિજીત ગાંગુલી

કોલકાતા, 26 માર્ચ: કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ અભિજીત ગાંગુલી(ગંગોપાધ્યાય) તેમના એક નિવેદનને લઈને વિવાદમાં ફસાયા છે. તેમણે એક બંગાળી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ મહાત્મા ગાંધી અને નથુરામ ગોડસેમાંથી કોઈ એકની પસંદગી કરી શકતા નથી. જસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે તેમને લાગ્યું કે, તેમણે ગાંધીની હત્યા માટે ગોડસેનો પક્ષ અને દલીલો સમજવી પડશે. આ નિવેદન બાદ કોંગ્રેસે જસ્ટિસ ગાંગુલીની ટીકા કરી છે અને ભાજપને લોકસભા ચૂંટણી માટે તેમની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ કરી છે.

 

તેમણે કહ્યું હતું કે, હું કાનૂની વ્યવસાયમાંથી આવું છું, મારા માટે સ્ટોરીની બીજી બાજુ સમજવી મહત્ત્વપૂર્ણ છે. મારે તેમના (ગોડસેના) લખાણો વાંચવા પડશે અને સમજવું પડશે કે તેમણે મહાત્મા ગાંધીની હત્યા શા માટે કરવી પડી? ત્યાં સુધી હું ગાંધી અને ગોડસે વચ્ચે પસંદગી કરી શકતો નથી.

ગંગોપાધ્યાયના નિવેદનથી કોંગ્રેસ નારાજ 

હાઈકોર્ટના પૂર્વ જજ અભિજીત ગાંગુલીના આ નિવેદન પર કોંગ્રેસ ગુસ્સે થઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશનું કહેવું છે કે, કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કહે છે કે તે ગાંધી અને ગોડસેમાંથી કોઈની પસંદગી કરી શકતા નથી તે દયનીય કરતાં પણ ખરાબ બાબત છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને ગાંધીજીના વારસાને હડપ કરવામાં કોઈ કસર ન છોડનાર વ્યક્તિની ઉમેદવારી તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ. જોકે, ગંગોપાધ્યાયે મહાત્મા ગાંધીની હત્યાની નિંદા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ ગાંગુલી તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા. ગયા રવિવારે લોકસભા ચૂંટણી માટે ભાજપના 19 ઉમેદવારોની પાંચમી યાદીમાં તેમનું નામ પણ સામેલ હતું.

આ પણ જુઓ: કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાટેની ટિપ્પણી પર શું કહ્યું?

Back to top button