અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભાજપના ત્રણ ઉમેદવારો સામે ભારે રોષ, પોરબંદર અને વલસાડમાં પોસ્ટર વોર

અમદાવાદ, 26 માર્ચ 2024, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયથી જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને અસંખ્ય નેતાઓ ભાજપમા જોડાઈ ગયાં છે.લોકસભામાં દરેક સીટ પાંચ લાખના માર્જિન સાથે જીતવા માટે ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધૂરંધર નેતાઓ અને ધારાસભ્યોને પોતાની તરફ કરી લીધા છે. ત્યારે કોંગ્રેસની સ્થિતિ તો કપરી છે જ પરંતુ હવે ભાજપની પણ સ્થિતિ વધુ કપરી બની રહી છે. ગુજરાતમાં 2 મંત્રી સહિત ભાજપના 3 લોકસભા ઉમેદવાર સામે કાર્યકરોમાં ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે. રાજકોટના ઉપલેટામાં લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે. ભાજપે અહીં માંડવિયાની જીત માટે માણાવદરથી લાડાણી અને પોરબંદરથી મોઢવાડિયોનો ખેલ પાડ્યો છે.

રૂપાલાનો બોલકો સ્વભાવ હવે ભાજપને ભારે પડી રહ્યો છે
ગુજરાતમાં દર ચૂંટણીમાં કોંગ્રેસમાં થતો કકળાટ હાલમાં ભાજપમાં જોવા મળી રહ્યો છે. ભાજપે 2 લોકસભાની સીટના ઉમેદવારો બદલી દેવાનો પ્રયોગ કરવો પડ્યો છે. આમ છતાં હજુ પણ મોદી સરકારના 2 મંત્રી અને સાબરકાંઠાના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ ઓછો થયો નથી. ગુજરાતમાં વલસાડમાં ધવલ પટેલ, આણંદમાં મિતેશ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના નામનો કકળાટ શરૂ થયો હતો.ગુજરાતમાં પુરષોત્તમ રૂપાલા અમરેલીના હોવા છતાં પણ ભાજપે રાજકોટથી ટિકિટ આપી છે.પૂરૂષોત્તમ રૂપાલાનો બોલકો સ્વભાવ હવે ભાજપને ભારે પડી રહ્યો છે.રૂપાલાએ એક સભામાં બફાટ કરી દીધા બાદ તેમને ભાન થયું કે આ ભૂલ થઈ છે તો પરસોત્તમ રૂપાલાએ પોતાની ટિપ્પણી અંગે માફી માંગી હતી. ક્ષત્રિય સમાજ સામે પોતાના ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ સામે રૂપાલાએ માફી માંગી હતી.

પોરબંદરમાં મનસુખ માંડવીયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઉપલેટા તાલુકાના નવાપરા ગામમાં મનસુખ માંડવીયા વિરુદ્ધ બેનરો લાગ્યા છે. આ બેનરોમાં માંડવીયા સાથે લલિત વસોયા પણ છે.મનસુખ માંડવિયા મૂળ ભાવનગરના છે. જેઓને ભાજપે પોરબંદરથી ટિકિટ આપી છે.પોસ્ટરમાં આક્ષેપો છે કે આપણું કામ આવતા પાંચ વર્ષ કોણ કરી શકશે?પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર, પોરબંદર લોકસભામાં નહિ ફાવે આયાતી ઉમેદવાર, મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે એ કોણ સાથેના બેનર લાગ્યા છે. નવાપરા ગામમાં વિવિધ જગ્યા પર પોસ્ટરો લાગતાં ભાજપે પણ આ મામલે સતર્કતા દાખવી છે. ભાજપે અહીં માંડવિયાની જીત માટે માણાવદરથી લાડાણી અને પોરબંદરથી મોઢવાડિયોનો ખેલ પાડ્યો છે.

વલસાડમાં ધવલ પટેલ સામે પોસ્ટરો લાગ્યા
ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. જેને પગલે ભીખાજીના સમર્થકોમાં રોષ ફેલાયો છે. નવા ઉમેદવારની જાહેરાત પછી જ સોશિયલ મીડિયામાં વોર શરૂ થઈ છે. ભીખાજીની ટિકિટ કાપવામાં પ્રફુલ પટેલની મુખ્ય ભૂમિકા હોવાનું ભીખાજીના સમર્થકો માની રહ્યા છે. જેથી પ્રફુલ પટેલ સામે સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપી દેતા હવે વિવાદ સપાટી પર આવ્યો છે. જો ભાજપમાંથી ટિકિટ લેવી હોય તો શોર્ટ કટ રસ્તો એ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવું. આ લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.આ જ સ્થિતિ વલસાડમાં ધવલ પટેલ સામે છે. જેઓ મૂળ સુરતી છે પણ ભાજપે વલસાડથી ટિકિટ આપતાં આયાતી ઉમેદવારનો થપ્પો લાગ્યો છે.

આ પણ વાંચોઃકંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાટેની ટિપ્પણી પર શું કહ્યું?

Back to top button