ટ્રેન્ડિંગવર્લ્ડ

કરોડપતિ પિતાએ 20 વર્ષ સુધી પુત્રથી છુપાવી રાખી પોતાની સંપત્તિ, ગરીબ હોવાનું કર્યું નાટક

Text To Speech
  • 20 વર્ષ સુધી ગરીબ હોવાનો ડોળ કરીને પિતાએ હવે રહસ્યનો કર્યો ખુલાસો 

નવી દિલ્હી, 26 માર્ચ: મોટી બ્રાન્ડ અને કરોડોની પ્રોપર્ટીના માલિકે પોતાના જ પુત્રથી 20 વર્ષ સુધી છુપાવ્યું કે તે અમીર છે. જ્યારે પુત્રએ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે જ તેને આ વિશે પિતાએ જણાવ્યું. આ સમાચાર અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. 24 વર્ષીય ઝાંગ જિલોંગે સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે, તેના કરોડપતિ પિતા ઝાંગ યાઓડુંગે 20 વર્ષ સુધી પોતાની આર્થિક સ્થિતિ છુપાવીને રાખી હતી. જેથી તે સફળતા મેળવવા સતત મહેનત કરે. યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, આ છોકરાએ નોકરી શોધવાનું શરૂ કર્યું. તેણે વિચાર્યું કે, આમાંથી જે પગાર મળશે તેનાથી તેના પરિવારે લીધેલી લોન ચૂકવી શકશે. પછી પિતાએ સત્ય કહ્યું, જે તેણે 20 વર્ષથી તેમનાથી છુપાવ્યું હતું.

પિતા 83 મિલિયન ડોલરની કંપનીના માલિક 

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, 51 વર્ષીય ઝાંગ સિનિયર કે જે હુનાન મસાલેદાર ગ્લુટેન લાટિયાઓ બ્રાન્ડ માલા પ્રિન્સનાં સ્થાપક અને અધ્યક્ષ છે, જે દર વર્ષે 600 મિલિયન યુઆન (US$83 મિલિયન)ની કિંમતનો માલ બનાવે છે,  છે. આ બ્રાન્ડ તે જ વર્ષે બનાવવામાં આવી હતી જ્યારે ઝાંગ જુનિયરનો જન્મ થયો હતો. તે(ઝાંગ જુનિયર) કહે છે કે તે પિંગ્ઝિયાંગ કાઉન્ટીમાં એક સામાન્ય ફ્લેટમાં ઉછર્યો છે. આ સ્થળ મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં છે. ઝાંગ જુનિયર તેના પિતાની બ્રાન્ડ વિશે જાણતો હતો. પરંતુ તેને કહેવામાં આવ્યું કે, તેણે કંપની ચલાવવા માટે મોટી લોન લીધી છે.

તેમના પરિવારની સંપત્તિનો ઉપયોગ કર્યા વિના, ઝાંગ જુનિયરે હુનાનની રાજધાની ચાંગશાની શ્રેષ્ઠ માધ્યમિક શાળાઓમાંની એકમાં પ્રવેશ મેળવ્યો. યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, ઝાંગ જુનિયરનું સ્વપ્ન એવી નોકરી શોધવાનું હતું કે જે દર મહિને લગભગ 6,000 યુઆન (US$800) ચૂકવે. આ નોકરીમાંથી મળેલા પગારમાંથી તે લોન ચૂકવવા માંગતો હતો. સ્નાતક થયા પછી, ઝાંગ સિનિયરે તેમના પુત્રને કહ્યું કે, પરિવાર ખરેખર ખૂબ જ શ્રીમંત છે અને તેઓ નવા ઘરમાં રહેવા પણ ગયા છે. જેની કિંમત 1.4 મિલિયન ડોલર છે. હવે દીકરો તેના પિતાના ધંધાને આગળ વધારવા માટે કામ શરૂ કરવાનો છે.

આ પણ જુઓ: વોટ્સએપ પર ફેક કોલ કરશો તો થશે જેલ! ઓનલાઈન ફરિયાદ કઈ રીતે કરવી?

Back to top button