ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનના બીજા મોટા નેવી એરબેઝ પર હુમલો: BLAની મજીદ બ્રિગેડે લીધી જવાબદારી

Text To Speech
  • બલૂચ લિબરેશન આર્મીએ PNS સિદ્દીકી નેવલ બેઝમાં ઘૂસીને અનેક જગ્યાએ કર્યા વિસ્ફોટ 

ઈસ્લામાબાદ, 26 માર્ચ: બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પર હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, આ હુમલો બલૂચ લિબરેશન આર્મીના મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો. બલૂચિસ્તાનની પોસ્ટ અનુસાર, BLA લડવૈયાઓએ તુર્બત સ્થિત PNS સિદ્દીકી નેવલ બેઝમાં ઘૂસી ગયા અને ત્યાં અનેક જગ્યાએ વિસ્ફોટ કર્યા. નેવી બેઝ પાસે મોડી રાત સુધી ગોળીબાર અને વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઉલ્લેખનીય છે કે, PNS સિદ્દીકી પાકિસ્તાનનું બીજું સૌથી મોટું નેવી બેઝ છે અને એવો દાવો કરવામાં આવે છે કે, પાકિસ્તાન નેવીના આધુનિક હથિયારો અહીં રાખવામાં આવ્યા છે.

 

હુમલો સોમવારે રાત્રે શરૂ થયો હતો

અહેવાલો અનુસાર, હુમલો સોમવારે રાત્રે શરૂ થયો હતો. જોકે, પાકિસ્તાની એજન્સીઓએ દાવો કર્યો છે કે, તેમણે હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીના એક વ્યક્તિને ફોન પર વાત કરતા સાંભળવામાં આવ્યા કે તેઓએ બેઝને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે પાકિસ્તાન સરકારના નિવેદનની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન તુર્બતની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે.

BLA દ્વારા આ વર્ષનો ત્રીજો મોટો હુમલો કરવામાં આવ્યો 

આ અઠવાડિયે BLAની મજીદ બ્રિગેડ દ્વારા તુર્બતમાં આજનો બીજો હુમલો અને આ વર્ષે ત્રીજો હુમલો છે. આ પહેલા 29 જાન્યુઆરીએ તેણે ગ્વાદરમાં પાકિસ્તાન આર્મીના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું. તે જ સમયે, 20 માર્ચે ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સ પર થયેલા હુમલામાં 2 પાકિસ્તાની સૈનિકો અને 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અહેવાલ મુજબ, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું કે, તુર્બતમાં સોમવારે રાત્રે શરૂ થયેલા હુમલામાં 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે મંગળવારે સવારે પણ નેવી એર બેઝ પર વિસ્ફોટના અવાજ સંભળવા મળ્યા હતા.

આ પણ જુઓ: AAP આજે વડાપ્રધાનના નિવાસસ્થાને ઘેરાવ કરશે, દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી

Back to top button