અમદાવાદ 25 માર્ચ 2024: વર્ષ 2007 થી સાણંદના બકરાણા ખાતે વિરાંજલી સમિતિ અને પ્રદિપસિંહ વાઘેલા દ્વારા ઉજવાતા દેશભક્તિનું અભૂતપૂર્વક કાર્યક્રમો 17 મું વર્ષ હતું. ત્યારે સાણંદના એકલિંગજી રોડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં સાઈરામ દવે, કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલ દ્વારા દેશભક્તિના ગીતો અને વાતોને એવી રીતે રજૂ કરાયા કે 30 હજારથી વધુ મેદની મંત્રમુગ્ધ બની ગઈ.
દેશભક્તિને નવી પેઢી સુધી પહોંચાડવાનો અલગ પ્રયાસ
ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને અપાયેલી ફાંસીનાં દિવસને શહીદ દિન તરીકે ઉજવાય છે. ત્યારે વિરાંજલી સમિતિ અને પ્રદીપસિંહ વાઘેલા છેલ્લા કેટલાય વર્ષોથી દેશભક્તિને નવી પેઢી સુધી અલગ રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.
ચૌ તરફ વંદે માતરમ, ભારત માતાકી જયનાં નારા ગૂંજ્યા
ટીવી એક્ટ્રેસ ભક્તિ રાઠોડે સ્ટેજ પર ક્રાંતિકારી દુર્ગાભાભીને જીવંત કર્યા, ગુજરાત ફિલ્મ કલાકાર ધર્મેન્દ્ર ગોહિલે ચંદ્રશેખર આઝાદની અંતિમ સમયે પોતાને મારેલી ગોળી વિશે શું વિચાર કર્યો હશે તે વાતને રજુ કરી ત્યારે લોકો આફરીન પોકારી ઉઠ્યા, RJ આકાશે ફરી એકવાર વિરાંજલી મંચ પર ભગતસિંહને ભજવ્યો ત્યારે ચૌ તરફ વંદે માતરમ અને ભારત માતાકી જયનાં નારા ગૂંજી ઉઠ્યા, મુંબઈથી આવેલા ડીમોડેશન ગ્રુપ દેશભક્તિના ગીતો પર સ્ટંટ વડે લડતા સરહદ પર લડતા સૈનિકોની કથા અને વ્યથા રજૂ કરી
જનતાએ કાર્યક્રમને મન ભરીને માણ્યું
મંચ પર ભજવાયેલા તમામ મોનોલોગ અને દેશભક્તિનાં નવા ગીતો સાંઈરામ દવે દ્વારા લખાયેલા હતા. મોનોલોગનું ડિરેક્શન વિરલ રાચ્છ હતું. જ્યારે સંગીત રાહુલ મંજારીયા અને કોરિયોગ્રાફી અંકુર પઠાણની હતી. વિરાંજલી સમિતિ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમને સાણંદ અને આસપાસની આવેલી જનતાએ મન ભરીને માણ્યું અને ક્રાંતિકારીઓના જીવનને એક નવી રીતે જાણ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા હાજર રહેલા તમામ લોકો અને દેશભક્તિના કાર્યક્રમને સફળ બનાવવા દિવસ રાત મહેનત કરતા તમામ લોકોનો વિરાંજલી સમિતિએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.