ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMTS બસ બેફામ બની, એક્ટિવાને ટક્કર મારતા મહિલાનું મોત

Text To Speech
  • એએમટીએસ બસનો ચાલક બસ મૂકીને ત્યાંથી ભાગી ગયો
  • ભાનુબેનને દવા લેવી હોવાથી પુત્રી હિરલ સાથે ગયા હતા
  • પોલીસે ડ્રાઇવર સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી

અમદાવાદમાં AMTS બસ બેફામ બની છે. જેમાં એક્ટિવાને ટક્કર મારતા મહિલાનું મોત થયુ છે. ત્યારે વાસણામાં બેફામ એએમટીએસ બસે એક્ટિવાને ટક્કર મારતા માતાનું મોત થયુ અને પુત્રી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઇ છે. તેમાં યુવતી માતા સાથે દવા લેવા ઘરે આવતી હતી ત્યારે બનાવ બન્યો હતો.

ભાનુબેનને દવા લેવી હોવાથી પુત્રી હિરલ સાથે ગયા હતા

વાસણા એએમટીએસ બસ સ્ટેન્ડ સામે પૂરઝડપે આવી રહેલ એએમટીએસ બસે એક્ટિવાને ટક્કર મારતા મોત થયું હતું. વાસણામાં 45 વર્ષીય ભાનુબેન વાઘેલા તેમના પતિ, પુત્ર અને બે પુત્રી સાથે રહેતા હતા. રાત્રીના સમયે ભાનુબેનને દવા લેવી હોવાથી તેમની 18 વર્ષીય પુત્રી હિરલ સાથે એક્ટિવા પાછળ બેસીને વાસણા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ગયા હતા. જ્યાંથી તેઓ દવા લઈને ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે એએમટીએસ બસ સ્ટેન્ડ સામે પૂરઝડપે આવી રહેલી બસે એક્ટિવાને ટક્કર મારી હતી.

એએમટીએસ બસનો ચાલક બસ મૂકીને ત્યાંથી ભાગી ગયો

અકસ્માત થતા હિરલ તથા ભાનુબેન જમીન પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ એએમટીએસ બસનો ચાલક બસ મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. આસપાસના લોકો ભેગા થતા હિરલ અને ભાનુબેનને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ભાનુબેનનું મોત નિપજ્યુ હતુ. આ અંગે એમ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર એએમટીએસના ડ્રાઇવર સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

Back to top button