ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી, પૂજારી સહિત 13 લોકો દાઝ્યાં

Text To Speech
  • મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ આગમાં 13 પૂજારીઓ દાઝ્યા છે

ઉજ્જૈન, 25 માર્ચ: મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાંચ પૂજારી અને ચાર ભક્તો દાઝ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાડ્યા બાદ આગ લાગી હતી. ધુળેંદીના કારણે ગર્ભગૃહમાં એક આવરણ લગાવવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હતી અને ભક્તો પર પડી હતી. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તમામ ખતરાની બહાર છે.

 

પૂજારી તેમજ ભક્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જૂઓ વીડિયો:

 

કેવી રીતે લાગી આગ?

ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે સવારે ભસ્મ આરતી દરમિયાન આગનો મામલો પ્રકાશમાં આવ્યો છે જ્યારે પૂજા ચાલી રહી હતી. આ આગમાં 13 લોકો દાઝ્યા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: પોલીસકર્મીના યુનિફોર્મ પર કલર લગાવશો તો શું થશે, શું બંધારણમાં તેના માટે કોઈ સજાની જોગવાઈ છે?

Back to top button