ટ્રેન્ડિંગબિઝનેસ

1 એપ્રિલથી થઈ રહ્યા છે આ પાંચ મોટા ફેરફાર, જાણી લો નહીંતર ખિસ્સા પર પડશે અસર

Text To Speech

HD News Desk, 24 માર્ચ: માર્ચ મહિનો પૂરો થવાનો છે અને ટૂંક સમયમાં નવું નાણાકીય વર્ષ 2024-25 શરૂ થશે. એપ્રિલની શરૂઆત સાથે પૈસા સંબંધિત ઘણા નિયમો છે જે બદલાવા જઈ રહ્યા છે. આમાં નેશનલ પેન્શન સિસ્ટમમાં લોગ ઇન કરવાની પદ્ધતિમાં ફેરફાર અને SBIના ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. અમે તમને એવા નિયમો વિશે જણાવી રહ્યા છીએ, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

1. NPS એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે, બે ફેક્ટર વેરિફિકેશન કરવું પડશે

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ NPS સબસ્ક્રાઇબર્સને સાયબર છેતરપિંડીથી બચાવવા માટે તેની લોગિન સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. હવે NPS એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે, NPS એકાઉન્ટ ધારકોને યુઝર આઈડી અને પાસવર્ડ તેમજ આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબરની જરૂર પડશે. PFRDA NPSમાં આધાર-બેસ્ડ લોગિન ઑથેન્ટિફિકેશન રજૂ કરવા જઈ રહ્યું છે. આ નિયમ 1 એપ્રિલ 2024થી લાગુ થશે.

2. SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલાવ

SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર છે. હવે રેન્ટ પેમેન્ટ પર મળતા રિવોર્ડ પોઈન્ટ 1લી એપ્રિલથી બંધ થઈ જશે. આમાં આ સુવિધા SBIના AURUM, SBI Card Elite, SBI Card Pulse, SBI Card Elite Advantage અને SimplyCLICK ક્રેડિટ કાર્ડ્સમાં બંધ કરવામાં આવી રહી છે.

3. યસ બેંકના ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર

યસ બેંકે નવા નાણાકીય વર્ષમાં તેના ક્રેડિટ કાર્ડ ધારકોને ભેટ આપવાનું નક્કી કર્યું છે. હવે ગ્રાહકોને વર્તમાન નાણાકીય વર્ષના એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા રૂ. 10,000 ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે. નવા નિયમો 1 એપ્રિલ, 2024થી અમલમાં આવશે.

4. ICICI બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલાવ

ICICI બેંક તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. 1 એપ્રિલ, 2024થી એક ક્વાર્ટરમાં રૂ. 35,000 કરતાં વધુ ખર્ચ કરવા પર ગ્રાહકોને એરપોર્ટ લાઉન્જ એક્સેસ મફત મળશે.

5. OLA મની વૉલેટના નિયમોમાં ફેરફાર

OLA મની 1 એપ્રિલ, 2024થી તેના વૉલેટ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપનીએ તેના ગ્રાહકોને SMS મોકલીને જાણ કરી છે કે તે નાની PPI (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ) વૉલેટ સેવાની મર્યાદા વધારીને રૂ. 10,000 કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMC બાજનજર માટે AIનો ઉપયોગ કરશે, આ નિયમોનો ભંગ કરશો તો થશે દંડ

Back to top button