અમદાવાદના વ્યક્તિ પાસેથી CBI અને સાયબર ક્રાઇમના અધિકારીની ખોટી ઓળખ આપી સવા કરોડ પડાવ્યા
- પાર્સલમાં પાંચ પાસપોર્ટ, લેપટોપ અને 200 ગ્રામ એમડી ડ્રગ્સ છે
- અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
- 400 જેટલા બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યા છે. તેમ કહી ધમકી આપતા
અમદાવાદમાં વ્યક્તિને CBI અને સાયબર ક્રાઇમના અધિકારીની ખોટી ઓળખ આપી સવા કરોડ પડાવ્યા છે. જેમાં માઈકાના પ્રેસિડેન્ટને પાર્સલમાં MD ડ્રગ્સ હોવાની ધમકી આપી હતી. સીબીઆઈનું બોગસ વોરંટ મોકલી મની લોન્ડરિંગ, આતંકીને ફંડિંગની વાતથી બીવડાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: આ વખતે સો વર્ષ બાદ હોળી અને ચંદ્રગ્રહણનો સંયોગ, વિવિધ જગ્યાએ આજે હોળી પ્રગટાવાશે
અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
તાઈવાનથી પાર્સલનું કહ્યું, પોતે સાઈબર ક્રાઈમના અધિકારી હોવાની ઓળખાણ આપી હતી. તેમજ અધિકારીની ખોટી ઓળખ આપીને ધમકી આપ્યા બાદ રૂ. 1.15 કરોડ પડાવ્યા હતા. જેમાં બોડકદેવમાં રહેતા અને શેલામાં માઇકા ઇન્સ્ટિટયૂટના પ્રેસિડેન્ટને પાર્સલમાં પાસપોર્ટ અને ડ્રગ્સ હોવા ઉપરાંત, તેમના નામે ખુલેલા એકાઉન્ટમાંથી મની લોન્ડરીંગ તેમજ આતંકી ફ્ંડમાં નાણાં ગયા હોવાનું કહીને અજાણ્યા શખ્સોએ પોતે સીબીઆઇ અને સાયબર ક્રાઇમના અધિકારીની ખોટી ઓળખ આપીને ધમકી આપ્યા બાદ રૂ. 1.15 કરોડ પડાવ્યા હતા. આટલું જ નહિ સીબીઆઇનું ખોટું વોરંટ ઇશ્યૂ કરીને ઓનલાઇન મોકલ્યુ હતુ. આ અંગે પ્રેસિડેન્ટે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
આ પણ વાંચો: અમદાવાદના બોપલ વિસ્તારના TRP મોલમાં ભીષણ આગ, તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા
પાર્સલમાં પાંચ પાસપોર્ટ, લેપટોપ અને 200 ગ્રામ એમડી ડ્રગ્સ છે
બોડકદેવમાં રહેતા 64 વર્ષીય શૈલેન્દ્રરાજ મહેતા શેલામાં માઇકા ઇન્સ્ટિટયૂટમાં પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે. ગત 20 માર્ચે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને પોતે ફેડેક્સ કુરિયર કર્મચારી હોવાનું કહીને આધાર કાર્ડ અને મોબાઇલ નંબર માંગ્યો હતો. બાદમાં કહ્યું હતું કે તમારા નામથી તાઇવાન મોકલવા માટે એક પાર્સલ આવેલું છે. જે પાર્સલમાં પાંચ પાસપોર્ટ, લેપટોપ અને 200 ગ્રામ એમડી ડ્રગ્સ છે. જે ગંભીર બાબત છે. ત્યારબાદ કોલને મુંબઇ સાઈબર સેલમાં ટ્રાન્સફર કરવાનું કહીને સાયબર સેલમાંથી પ્રકાશ નામના અધિકારીએ વાત કરી હતી. તેણે કહ્યું હતું નવાબ મલિક નામના મંત્રી મની લોન્ડરિંગ અને આતંકી ફ્ંડના ગુનામાં જેલમાં છે. તેને 400 જેટલા બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યા છે. તેમ કહી ધમકી આપતા હતા.