ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષ

ભારત શા માટે UN સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મેળવી શકતુ નથી?

ભારત, 24 માર્ચ : પ્રથમ વિશ્વ યુદ્ધ વર્ષ 1914 માં શરૂ થયું હતું. જે વર્ષ 1918માં સમાપ્ત થયું હતું. વિશ્વએ યુદ્ધને કારણે ઘણી તબાહી જોઈ, તેથી વધુ યુદ્ધોને રોકવા માટે, વર્ષ 1929 માં લીગ ઓફ નેશન્સ નામની સંસ્થાની રચના કરવામાં આવી. પરંતુ આ સંસ્થાનો કોઈ ફાયદો ન થયો અને 1939માં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું. જે 1945 સુધી ચાલ્યું. આ પછી સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ.

આ સંગઠન આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ, આર્થિક વિકાસ, માનવ અધિકાર અને સામાજિક પ્રગતિ માટે બનાવવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં 193 દેશો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ સ્થાયી સભ્યો છે. ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ સફળતા મળતી નથી. ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે?

યુએન સુરક્ષા પરિષદ શું છે?

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ હોવાનું કહેવાય છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા જાળવવા માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કોઈપણ દેશ પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદી શકે છે અને કોઈપણ દેશ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરી શકે છે. જો યુએન સિક્યુરિટી કાઉન્સિલ કોઈ પ્રસ્તાવ રજૂ કરે છે તો તેણે યુએનના બાકીના દેશોને માનવા પડશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSCમાં કુલ 15 સભ્ય દેશો છે. જેમાં 5 કાયમી દેશો છે. તો બીજા 10 દેશો હંગામી ધોરણે જોડાતા રહે છે.

યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્યો

જ્યારે સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ. ત્યારબાદ તેની સુરક્ષા પરિષદમાં પાંચ કાયમી સભ્યો બનાવવામાં આવ્યા. જેમાં રશિયા, અમેરિકા, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ અને ચીન સામેલ છે. આ પાંચ દેશ એવા છે જે બીજા વિશ્વયુદ્ધમાં સાથે મળીને લડ્યા હતા અને જીત્યા હતા. આ તમામ દેશો પાસે વીટો પાવર છે. જે અંતર્ગત તે સંયુક્ત રાષ્ટ્રના કોઈપણ નિર્ણયને રોકી શકે છે.

ભારતને સ્થાન કેમ નથી મળી રહ્યું?

વાસ્તવમાં ભારતને યુએન સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનાવવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. અન્ય દેશોએ પણ અનેક પ્રસંગોએ આને સમર્થન આપ્યું છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ચીન ભારતના માર્ગમાં અવરોધ બની રહ્યું છે. ચીન પાસે વીટો પાવર છે. જ્યારે પણ ભારતને કાયમી સભ્ય બનાવવાની માંગ કરવામાં આવે છે ત્યારે ચીન આ માંગને અટકાવી દે છે.

ઘણા લોકો આ અંગે અન્ય દલીલો કરે છે. તેમનું કહેવું છે કે ભારતે હજુ પણ નોન પ્રોલીફરેશન ટ્રીટી એટલે કે પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી અને વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ એટલે કે CTBT પર હસ્તાક્ષર કરવાનો પણ ઇનકાર કર્યો છે. આ પણ એક કારણ છે.

તો કેટલાક લોકોનું માનવું છે કે માત્ર ભારત જ નહીં અન્ય ઘણા દેશો પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક મેળવવા માટે લાઈનમાં ઉભા છે. જેમાં બ્રાઝિલ, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. આથી અત્યાર સુધી એ નક્કી નથી થયું કે ભારતને સ્થાન આપવું કે નહીં.

આ પણ વાંચો : આ ગામમાં મહિલાઓ નથી જોતી હોલિકા દહન, જાણો શું છે તેનું કારણ?

Back to top button