કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટના કેવડાવાડી અને રૈયાધારમાં 5 પશુમાં લમ્પી વાયરસ, પશુપાલકો ચિંતામાં; 20 હજાર પશુને વેક્સિન અપાશે

Text To Speech

રાજકોટઃ ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં પશુઓમાં લમ્પી વાયરસે પગપેસારો કર્યો છે. રાજકોટના કેવડાવાડી અને રૈયાધારમાં 5 પશુમાં લમ્પી વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લમ્પી વાયરસને લઇને પશુપાલન વિભાગ દોડતું થયું છે અને રાજકોટ શહેરમાં પશુઓને આજથી જ વેક્સિન આપવાની શરૂઆત કરાશે.

રાજકોટ શહેરમાં અંદાજે 20 હજાર પશુને વેક્સિન આપવામાં આવશે. જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા આજથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. લમ્પી વાયરસને લઇને પશુપાલકો પણ જાગૃત બની રહ્યા છે.

ગોંડલમાં 4 ગાયમાં આ વાયરસ જોવા મળ્યો હતો

બે દિવસ પહેલા ગોંડલ નગરપાલિકા અને ભગવત ગૌમંડળ સંચાલિત સ્મશાન રોડ ઉપર આવેલી ગૌશાળાની 4 ગાયમાં લમ્પી વાયરસ દેખાયો હતો. આથી ગૌશાળામાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ગૌશાળાનાં સંચાલક ગોરધનભાઈ પરડવાએ જણાવ્યું હતું કે, અમારી ગૌશાળામાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી અનેક ગાય અને પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. જેમાંની ચાર ગાયમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે અમને હાલ ચિંતા થાય છે. આ અંગે સરકારે તાકીદે યોગ્ય પગલા લેવાની જરૂર છે, અન્યથા જો આ રોગ વકરે તો ગૌશાળા ઉપરાંત શહેરમાં રહેતા અનેક પશુઓને લમ્પી વાયરસ પ્રસરી શકે છે.

Back to top button