IPL-2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024 : ઈડન ગાર્ડનમાં દેખાયું રસેલનું તુફાન, 25 બોલમાં 64 રન ફટકારી SRHને આપ્યો 209 રનનો ટાર્ગેટ

Text To Speech

કોલકત્તા, 23 માર્ચ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થઇ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. KKRએ સાત વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા છે. અને હૈદરાબાદને 209 રનનો તોતીંગ ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં સોલ્ટ બાદ આન્દ્રે રસેલનું તુફાન જોવા મળ્યું હતું. તેણે માત્ર 25 બોલમાં 64 રન ફટકાર્યા હતા.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સુનીલ નારાયણ (2) રન આઉટ થયો હતો, જ્યારે વેંકટેશ ઐયર (7) અને કેપ્ટન શ્રેયસ ઐયર (0)ને ટી. નટરાજને પેવેલિયન મોકલ્યા હતા. જ્યારે વાઇસ કેપ્ટન નીતિશ રાણા સ્પિનર ​​મયંક માર્કંડેયનો શિકાર બન્યો હતો.

51 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ ફિલ સોલ્ટ અને રમનદીપ સિંહ વચ્ચે 54 રનની તોફાની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ KKRને વેગ આપ્યો. સોલ્ટે 40 બોલમાં ત્રણ ચોગ્ગા અને છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. જ્યારે રમણદીપે 17 બોલમાં 35 રનની ઇનિંગ રમી હતી જેમાં ચાર સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે.

Back to top button