ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
કેજરીવાલ ધરપકડ અને રિમાન્ડ સામે હાઈકોર્ટ પહોંચ્યા, આવતીકાલે જ અરજી પર સુનાવણી માટે કરી વિનંતી
નવી દિલ્હી, 23 માર્ચ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની ધરપકડ અને EDને આપવામાં આવેલા રિમાન્ડ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની અરજીમાં તેમણે હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે અને આવતીકાલે જ સુનાવણી કરવાની વિનંતી કરી છે.
કેજરીવાલે તેમની અરજીમાં દલીલ કરી છે કે તેમની ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે અને તેઓ તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે. તેમણે રવિવારે એટલે કે 24 માર્ચે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ પાસેથી તાત્કાલિક સુનાવણીની પણ માંગ કરી છે.
Liquor Policy Scam: ધરપકડ, રિમાન્ડ પછી જેલ કે જામીન : કેજરીવાલ પાસે શું વિકલ્પ છે?