જાફરાબાદના બાબરકોટ ગામે હિંસક સિંહણે 6ને ઘાયલ કર્યા, બાઇકોને બચકા ભર્યા
અમરેલીઃ જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં હાહાકાર મચાવનાર સિંહણના ભયાનક દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. બાબરકોટ ગામથી દૂર દરિયા કાંઠે જેટી વિસ્તારમાં સિંહણનો આતંક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. અહીં સિંહણ હુમલો કરી આંટાફેરા કરી રહી છે. 6 જેટલા લોકો ઉપર અત્યાર સુધીમાં હુમલો કર્યો છે. સિંહણ દરિયા કાંઠે પહોંચી ફરી માઇન્સ વિસ્તારમાં સતત આંટાફેરા કરી રહી છે. દરિયા કાંઠે પાર્ક કરેલા બાઇકોને બચકા ભરી રહી છે. માનસિક રીતે અસ્થિર મગજની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિંહણે બાઇકને રીતસર બચકા ભરી પાડી દીધું હતું.
સિંહણએ દરિયામાં પણ જંપલાવ્યું
સિંહણ એટલી બધી આક્રામક બની છે. જેના કારણે રોષ ઠાલવી રહી છે. જે સામે મળે તેના પર રોષ ઠાલવી રહી છે. સિંહણ દરિયામાં ચાલીને જઈ રહી હોય તેવા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા છે. આ દ્રશ્યો 17 તારીખના હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને રાજ્યના વનમંત્રી કીરીટસિંહ રાણા સુધી મામલો પહોંચ્યો છે. જેના કારણે સરકાર દ્વારા આદેશ આપ્યા છે
સરકારના આદેશ બાદ 108ની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી
રાજય સરકારના આદેશ બાદ અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા પણ વનવિભાગને જરૂરી સૂચના આપી દેવાય છે. મોડી રાતે સિંહણને પકડવા મેગા ઓપરેશન પાર પાડી દીધા બાદ વનવિભાગની એમ્બ્યુલન્સ મારફતે બાબરકોટ આસપાસ નર્મદા સીમેન્ટ કંપની વિસ્તારમાં માઈક મારફતે સિંહણ અસ્થિર મગજની હોવાનું જાહેરાત કરી લોકોએ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી સિંહણ ગમે ત્યારે હુમલો કરી શકે છે આ પ્રકારની જાહેરાત કરી દીધી છે.