બાળકોના મગજને શાર્પ બનાવવામાં મદદ કરશે આ ફૂડ, વધશે યાદશક્તિ
- બાળકોના રોજિંદા આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવાથી મગજની કામગીરીમાં સુધારો કરી શકાય છે. જો મોટી ઉંમરના લોકો પણ તેનું સેવન કરે તો તે તેમને યાદશક્તિ જાળવી રાખવામાં મદદ મળે છે.
તમારું મગજ હેલ્ધી હશે તો જ તેનું વર્કિંગ પણ સારું હશે. તમે મગજથી વધુ કામ લો, પરંતુ તેને પર્યાપ્ત માત્રામાં પોષણ નહીં આપો તો બ્રેન હેલ્થ પ્રભાવિત થશે. બાળકોનું મગજ જેટલું શાર્પ હશે, તેટલો તેમનો અભ્યાસ પણ સારો થઈ શકશે. તેમની કાર્યક્ષમતા વધુ સારી રહેશે. વધતી ઉંમરની સાથે બાળકોને તંદુરસ્ત ખોરાકની જરૂર હોય છે જે મનને તેજ બનાવી શકે અને મેમરી પાવરમાં સુધારો કરી શકે. ખાસ કરીને ટીનેજ બાળકોને એવો ખોરાક આપવો જોઈએ જે તેમના મગજને તેજ કરી શકે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી વખતે બાળકોના મગજને શાર્પ બનાવે તેવો ખોરાક આપવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બાળકોના રોજિંદા આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવાથી મગજની કામગીરીમાં સુધારો કરી શકાય છે. જો મોટી ઉંમરના લોકો પણ તેનું સેવન કરે તો તે તેમને યાદશક્તિ જાળવી રાખવામાં મદદ મળે છે.
એવા ખોરાક જે બાળકોના મગજને શાર્પ બનાવશે
લીલા શાકભાજી
દરેક વ્યક્તિને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. લીલા શાકભાજી બાળકોના મગજને તેજ બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. લીલા શાકભાજીમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે જે મગજની કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે છોડ આધારિત ખોરાક યાદશક્તિ સુધારવામાં મદદ કરે છે.
નટ્સ
મોટા ભાગે નટ્સ એટલે બદામ, અખરોટ, બદામ, કાજુ વગેરે વસ્તુઓ. નટ્સ બ્રેઈન બુસ્ટર તરીકે કામ કરે છે. આ ખાવાથી મગજ તેજ બને છે. નટ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટી-ઓક્સિડન્ટ હોય છે જે મગજને નબળું પડતા અટકાવે છે.
ટામેટા
મગજ માટે સારા ખોરાકમાં ટામેટા પણ સામેલ છે. ટામેટાંમાં લાઈકોપિન જોવા મળે છે જે યાદશક્તિ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ટામેટાંનું નિયમિત સેવન બાળકોના મગજને તેજ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આખા અનાજ
આખા અનાજ જેવા કે ઘઉં, દલિયા, જવ વગેરે એક સંતુલિત આહાર છે, જે દરેક વ્યક્તિએ ખાવું જોઈએ. ખાસ કરીને બાળકોને નિયમિતપણે આખું અનાજ આપવું જોઈએ, જે તેમના એકંદર સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે. આખા અનાજ એ મગજનો ઉત્તમ ખોરાક છે જે નર્વસ સિસ્ટમને ડેમેજ થતા રોકે છે.
આ પણ વાંચોઃ ગરમીમાં ખૂબ ખાવ તરબૂચ, ડિહાઈડ્રેશનથી બચાશે અને થશે અનેક ફાયદા