ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

યુટ્યુબર મેક્સટર્ન મારપીટ કેસમાં એલ્વિશ યાદવને કોર્ટમાંથી મળ્યા જામીન

Text To Speech

ગુરુગ્રામ (હરિયાણા), 23 માર્ચ: યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવને મોટી રાહત મળી છે. ગુરુગ્રામની કોર્ટે યુટ્યુબર મેક્સટર્ન ઉર્ફે સાગર પર હુમલાના કેસમાં તેને જામીન આપી દીધા છે. એલ્વિશ યાદવને 50 હજારના બૉન્ડ પર જામીન મળ્યા છે. યુટ્યુબર સાગર ઠાકુર વિરુદ્ધ ગુરુગ્રામમાં મારપીટનો કેસ નોંધવામાં આવ્યો હતો. એલ્વિશના એડવોકેટ હિમાંશુ યાદવે કહ્યું કે યુટ્યુબર મેક્સટર્નએ પણ આ કેસમાં સમાધાનની એફિડેવિટ દાખલ કરી છે. આ દરમિયાન યુટ્યુબર મેક્સટર્ન પણ કોર્ટમાં હાજર હતો. જામીન મળ્યા બાદ એલ્વિશે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

એલ્વિશ અને સાગર વચ્ચે ઝઘડો ઉકેલાયો

નોંધનીય છે કે, એલ્વિશ 8 માર્ચે એક વીડિયોમાં સાગર ઠાકુર પર  હુમલો કરતો જોવા મળ્યો હતો. જેમાં એલ્વિશ સાગરને જમીન પર પછાડતો અને પછી થપ્પડ મારતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ઠાકુરે પોલીસનો સંપર્ક કર્યો અને સેક્ટર-53 પોલીસ સ્ટેશનમાં એલ્વિશ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જો કે, બંનેએ પરસ્પર રીતે વિવાદ ઉકેલી નાખ્યો છે અને બંને એકસાથી ઇન્સ્ટાગ્રામ પર પણ લાઈવ આવ્યા હતા અને કહ્યું હતું કે, હવે તેમની વચ્ચે બધુ સ્પષ્ટ થઈ ગયું છે.

અગાઉ સાપના ઝેર મામલે પણ જામીન મળ્યા હતા

આ પહેલા એલ્વિશ યાદવને પણ શુક્રવારે નોઈડા કોર્ટે સાપના ઝેરની દાણચોરીના કેસમાં જામીન આપ્યા હતા. કોર્ટે 50 હજાર રૂપિયાના બે વ્યક્તિગત બૉન્ડ પર જામીન મંજૂર કર્યા હતા. 2 નવેમ્બર 2023ના રોજ, કોતવાલી સેક્ટર 49માં પીપલ્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એનિમલ્સના અધિકારી ગૌરવ ગુપ્તા દ્વારા બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ સહિત 6 લોકો સામે સાપનું ઝેર સપ્લાય કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી પોલીસે આ કેસમાં ચાર સપેરા અને અન્ય એકની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે ગત રવિવારે એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: જામીન બાદ પણ એલ્વિશ યાદવની મુશ્કિલોનો અંત નથી આવ્યો,કોબ્રાની ઘટના બાદ ફસાયો આ કેસમાં

Back to top button