ગુજરાતચૂંટણી 2024મધ્ય ગુજરાત

લોકસભા ચૂંટણીઃ આણંદ જિલ્લામાં સાયબર કાફે અંગે જાહેરનામું

  • લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ નિર્દેશ જારી કરવામાં આવ્યા
  • સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા અંગે જાહેરનામું

આણંદશુક્રવાર 22 માર્ચ : લોકસભા ચૂંટણી-2024ની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં સાયરબ કાફે, વાહનોના ઉપયોગ, કાયદો-વ્યવસ્થાની જાળવણી અંગેના નિર્દેશનો સમાવેશ થાય છે. 

આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલી સત્તાની રૂએ આણંદ જિલ્લાના સાયબર કાફે માલિકસંચાલક કે નોકરને સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા એક જાહેરનામા દ્વારા હુકમ કરેલ છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં આવેલા સાયબર કાફેના માલિકસંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝર પાસેથી જરૂરી માહિતી મેળવીને નિયત નમુનાનું રજીસ્ટર નિભાવી તેની ફ૨જીયાત જાળવણી કરવાની રહેશે. આ રજીસ્ટરમાં કોમ્પ્યુટર નંબરવપરાશકર્તા/બ્રાઉઝરનું નામસરનામુંઉંમરસ્ત્રી કે પુરૂષમોબાઇલ નંબરઈ-મઈલ એડ્રેસસહીસાઈબર કાફેમાં દાખલ થયા સમયસાઈબર કાફેમાંથી બહાર નિકળ્યા સમયફોટો સાથેની ઓળખની વિગતો અને ઓળખનો પુરાવો ક્યા અધિકારી દ્વારા ઈસ્યુ થયેલ છે તે દર્શાવવાનું રહેશેતેમજ જિલ્લા મેજિસ્ટ્રેટપોલીસ અધિક્ષકઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટસબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટએકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કે તેમના તાબાના અધિકારી માગે ત્યારે રજુ કરવાનું રહેશે.

આ ઉપરાંત કોઈપણ સાયબર કાફે માલિક કે તેના અધિકૃત કર્મચારીએ જરૂરી પુરાવાઓ લઈ રજીસ્ટ૨માં નોંધ કરીને સાયબર કાફેમાં આવનાર વ્યક્તિ/બ્રાઉઝરને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાનો રહેશેતેમજ ફોટા સાથેની કોઈપણ જરૂરી ઓળખ રજુ ન કરનાર વ્યક્તિ/બ્રાઉઝરને સાયબર કાફેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાનો રહેશે નહિ. સાયબર કાફેમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આવનાર દરેક વ્યકિત/ બ્રાઉઝરનો વેબ કેમેરાથી ફોટો પાડીને કોમ્પ્યુટરની હાર્ડ ડીસ્કમાં સ્ટોર કરવાનો રહેશેતેમજ સક્ષમ અધિકારી દ્વારા ચકાસણી માટે આ ફોટા માંગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે. જો કોઈ વ્યકિત/બ્રાઉઝર આ માટે સહમત ન થાય તો તેને સાયબર કાફે ખાતે ઈન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાનો રહેશે નહીં.

સાબર કાફેના દરેક કોમ્પ્યુટર સેફ્ટી સોફટવેરથી સજ્જ રાખવાના રહેશે. જેથી કોઈ વ્યકિત અશ્લીલ વેબસાઈટોઆતંકવાદી પ્રવૃત્તિઓ કે વાંધાજનક વેબસાઈટનો ઉપયોગ કરી શકે નહીં. સાયબર કાફે માલિકે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરનું પ્રમાણપત્રઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસફુલ બેન્ડ વીથઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા અપાતી બીજી સેવાઓ જેવી કેવિડીયો કોન્ફરન્સીંગઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલીફોનની વિગત પણ નિભાવવાની રહેશે. કોમ્પ્યુટરના સ્ટોરેજ મીડીયા/હાર્ડવેરની ઓળખને લગતી માહિતીનો સંગ્રહ કરવાનો રહેશે. સાયબર કાફે માલિકે ઈન્ટરનેટ બ્રાઉઝરવેબ સાઈટનો ઈતિહાસઈન્ટરનેટ કુકીઝમોર્ડન લોગ્સઈન્ટરનેટ ડાઉનલોડપ્રોક્સી લોગ અને નેટવર્ક સોફટવેરના ઉપયોગથી ઉદભવતા બીજા લોગ્સના બેકઅપની સાચવણી-જાળવણી કરવાની રહેશેતેમજ સાયબર કાફેની આ વિગતો જિલ્લા મેજિસ્ટ્રેટપોલીસ અધિક્ષકઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટસબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટએકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કે તેમના તાબાના અધિકારી માગે ત્યારે રજુ કરવાની રહેશે.

આ જાહેરનામા મુજબ સાયબર કાફે સવારના ૮-૦૦ કલાક થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જ ખુલ્લા રાખી શકાશે. આ હુકમ તા. ૦૯/૦૯/૨૦૨૪ સુધી અમલમાં રહેશેતેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

આણંદ જિલ્લામાં સંપૂર્ણ મહિલાઓ દ્વારા સંચાલિત ૪૯ સખી મતદાન મથકો

  • મહિલાઓ મતદાન કરીને લોકશાહીના  મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ અદા કરવા પ્રોત્સાહિત થાય તેવો જિલ્લા ચૂંટણી તંત્રનો પ્રયાસ

આણંદ લોકસભા  મતદાર વિભાગોમાં સમાવિષ્ટ ૧૭૭૩ મતદાન મથકો પૈકી ૪૯ મતદાન મથકોને સંપૂર્ણ મહિલા સંચાલિત સખી મતદાન મથક તરીકે ઉભા કરાશે.

ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે આ ચૂંટણીમાં વધુમાં વધુ મહિલાઓ મતદાન કરવા પ્રેરાય તેમજ મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વમાં પોતાના પવિત્ર ફરજ અદા કરે તે માટે જિલ્લાના દરેક વિધાનસભા મતદાર વિભાગોમાં સંપૂર્ણ મહિલાઓ દ્વારા સંચાલિત ૭-૭ સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે. આ મતદાન મથકો ઉપર સંપૂર્ણ સ્ટાફ મહિલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે.

સખી મતદાન મથકોમાં પ્રત્યેક મતદાન મથક દીઠ એક મહિલા પ્રિસાઇડીંગ ઓફિસરએક મહિલા આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરબે મહિલા પોલીંગ ઓફિસર તથા એક મહિલા પટ્ટાવાળા તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત સુરક્ષાકર્મી તરીકે પણ પોલીસ-હોમગાર્ડના મહિલા  અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે.

મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અંગેનું જાહેરનામું

આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન થાય તથા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો બહોળો ઉપયોગ થનાર છે તેના પર નિયંત્રણ  મૂકવા માટે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવીણ ચૌધરીએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે. આ જાહેરનામાં જણાવ્યા અનુસારઆણંદ જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર બે ચક્રિય/ત્રણ ચક્રિય/ચાર ચક્રિય વાહનોનો ઉપયોગ કરી શકાશે. વધુમાં જાહેર રસ્તાઓ ઉપર દસથી વધુ વાહનોના કાફલામાં સાથે જઈ શકાશે નહીં અને આવો કાફલો જો કોઈ કિસ્સામાં દસથી વધુ વાહનોનો હોય તો તેને દસ વાહનોથી વધુ ન થાય તે રીતે ભાગ પાડી અલગ કરવાનો રહેશે અને ભાગ પાડેલા બે કાફલા વચ્ચે પણ ઓછામાં ઓછુ ૨૦૦ મીટરનું અંતર રાખવાનું રહેશે.

ઉક્ત  પ્રતિબંધ જે રાજકીય નેતાઓને લોક પ્રતિનિધિત્વ ધારા -૧૯૫૧ની  કલમ-૭૭(૧) હેઠળ મુક્તિ મળેલ  હોય તેઓને લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૩ હેઠળ તથા ભારતીય દંડ સંહિતાના પ્રકરણ-૯(ક)(એ) હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થશે.

લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લામાં MCMC કમિટી કાર્યરત

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા મીડિયા સર્ટિફિકેશન એન્ડ મીડિયા મોનિટરિંગ (એમસીએમસી) કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી લોકસભાની ચૂંટણી જાહેર થતાં કાર્યરત થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને રચના કરવામાં આવેલ આ એમસીએમસી કમિટીના સભ્ય સચિવ તરીકે નાયબ માહિતી નિયામક જ્યારે કમિટીના સભ્યોમાં  પ્રાંત અધિકારીશ્રી આણંદસોશિયલ મીડિયા એક્સપોર્ટ તરીકે આઈસીટી ઓફિસર તથા એક મીડિયાના પ્રતિનિધિની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે.

આ એમસીએમસી કમિટી દ્વારા દરરોજ આણંદ જિલ્લાના તથા જિલ્લા બહારના અન્ય જિલ્લાના વિવિધ દૈનિક પેપરો ઉપરાંત સાપ્તાહિક અને પાક્ષિકમાં આણંદ જિલ્લામાં લોકસભામાં ઉમેદવારી કરી રહેલ ઉમેદવારોની જાહેરાત તથા પેઇડ ન્યૂઝની ચકાસણી કરી તેનો અહેવાલ ચૂંટણી અધિકારીશ્રી તથા ખર્ચના નોડલ અધિકારીશ્રીને મોકલવામાં આવશે.

આણંદ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સ્ક્રીનીંગ કમિટિ કાર્યરત

  • આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અર્થે જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૬૮ હથિયાર જમા લેવાયા

આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન થાય તે માટે આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્ક્રીનિંગ કમિટિની રચના કરવામાં આવી છેજે લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ કાર્યરત થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી અન્વયે મુકતન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે કાયદો અને વ્યવવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આ કમિટિ દ્વારા જિલ્લામાં પરવાનગીવાળા હથિયાર ધરાવતા નાગરિકોના હથિયાર સ્ક્રીનીંગ કરીને જમા લઈને સુરક્ષિત જગ્યાએ કસ્ટડીમાં લેવા જેવા નિર્ણયો લેવામાં આવે છે. જેનાભાગ રૂપે આણંદ જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે સમગ્ર જિલ્લામાં આજદિન સુધીમાં ૪૬૮ હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનો ખાતે જમા લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી ગેલેરી શરૂ,અદાણી કહ્યું,-

Back to top button